શું થયું કે અચાનક ઓવૈસીની પાર્ટી AIMIMનું ટ્વિટર અકાઉન્ટ બની ગયું એલન મસ્કનું ટ્વિટર અકાઉન્ટ

શું થયું કે અચાનક ઓવૈસીની પાર્ટી AIMIMનું ટ્વિટર અકાઉન્ટ બની ગયું એલન મસ્કનું ટ્વિટર અકાઉન્ટ

07/18/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

શું થયું કે અચાનક ઓવૈસીની પાર્ટી AIMIMનું ટ્વિટર અકાઉન્ટ બની ગયું એલન મસ્કનું ટ્વિટર અકાઉન્ટ

નેશનલ ડેસ્ક: સતત વિવાદોમાં રહેતા અસદુદ્દીન ઓવૈસીના (Asduddin owaisi) નિવેદનો ચર્ચામાં રહેતા હોય છે, પણ હાલ તેમની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિનનું (AIMIM) નામ ચર્ચામાં આવ્યું છે. કારણકે ઓવૈસીની પાર્ટીનું ટ્વિટર એકાઉન્ટ રવિવારે હેક થયું હતું. જેમાં હેકરોએ પાર્ટીના નામની જગ્યાએ કોઈ અન્ય પાર્ટી નહી પણ એલન મસ્કનું નામ લખી દીધું હતું.

એટલું જ નહીં, પણ ટ્વિટર એકાઉન્ટ નામ સાથે એલન મસ્કનો (Alon Musk) ફોટો પણ ટ્વિટર ડીપી પર મૂક્યો હતો. જોકે, પાર્ટીનું ટ્વીટર હેન્ડલ @aimim_national જ રાખવામાં આવ્યું હતું. નોંધવું મહત્વનું છે કે એલન મસ્ક વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પાસે ‘સ્પેસએક્સ’ અને ‘ટેસ્લા’ જેવી કંપનીની માલિકી પણ છે.

જોકે, હમણાં સુધી આ પેજ પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં નથી આવી કે પાર્ટી દ્વારા પણ કોઈ અધિકારીક ખુલાસો કરવામાં આવ્યો નથી, ત્યારે આ હેક કોણે અને શા માટે કર્યું તેના પર સૌ કોઇની નજર રહેશે. મહત્વની વાત છે કે ભારતના નેતાઓના એકાઉન્ટ બ્લોક થવાથી લઇ બ્લુ ટીક સહિતની ખબરો હમણાં સુધી અખબારોમાં હતી જો કે હવે ટ્વીટર પર કોઈ નેતાની પાર્ટીનું એકાઉન્ટ હેક થવાનો આ પહેલો કિસ્સો છે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથને મુખ્યપ્રધાન બનવા દેશે નહીં. ઓવૈસીના પડકાર અંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘ઓવૈસી એક મોટા નેતા છે, તેઓ દેશની અંદર પ્રચાર કરે છે. તેમને ચોક્કસ સમુદાયનો ટેકો છે, પરંતુ તેઓ યુપીની અંદર ભાજપને પડકાર આપી શકતા નથી. ભાજપ તેના મુદ્દાઓ, મૂલ્યો સાથે ચૂંટણીના મેદાનમાં રહેશે. અમે તેમના પડકારને સ્વીકારીએ છીએ.’ ઓવૈસીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ ઉત્તર પ્રદેશની 100 બેઠકો પર ચૂંટણી લડશે. આ માટે તેમણે ઉત્તર પ્રદેશમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના સહયોગથી ભાગીદારી સંકલ્પ મોરચો બનાવ્યો છે. આમાં વધુ નાના પક્ષો ભાગ લે તેવી સંભાવના છે.

જોકે, ઓવૈસીની ઘોષણા બાદ તે પણ વિરોધી પક્ષોના નિશાના પર છે.  યુપીની ચૂંટણી માટે ઓવૈસી દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ અહીં તેમની પાર્ટીને ઘણા મોટા આંચકાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં, વારાણસીમાં એઆઈએમઆઈએમનું આખું જિલ્લા એકમ કોંગ્રેસમાં જોડાયુ હતું. લગભગ બે ડઝન નેતાઓએ એઆઈએમઆઈએમ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top