અક્ષય કુમાર પર દહેજ પ્રથાને પ્રોત્સાહન આપવાનો ગંભીર આરોપ; જાણો શા માટે માર્ગ સલામતીની જાહેરાત પ

અક્ષય કુમાર પર દહેજ પ્રથાને પ્રોત્સાહન આપવાનો ગંભીર આરોપ; જાણો શા માટે માર્ગ સલામતીની જાહેરાત પર થઇ રહ્યો છે આટલો વિવાદ?

09/16/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

અક્ષય કુમાર પર દહેજ પ્રથાને પ્રોત્સાહન આપવાનો ગંભીર આરોપ; જાણો શા માટે માર્ગ સલામતીની જાહેરાત પ

ગ્લેમર ડેસ્ક : અભિનેતા અક્ષય કુમાર દ્વારા કરવામાં આવેલી માર્ગ સલામતીની જાહેરાત પર દહેજ પ્રથાને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગતા વિવાદ સર્જાયો છે. આ મહિનાની શરૂઆતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થતાં સોશિયલ મીડિયા પર આ જાહેરાત બહાર પાડવામાં આવી છે.


આ જાહેરાતમાં 'વિદાઈ' સમારોહનું શૂટિંગ કરવામાં આવ્યું

આ જાહેરાતમાં 'વિદાઈ' સમારોહનું શૂટિંગ કરવામાં આવ્યું

એક મિનિટની આ જાહેરાતમાં 'વિદાઈ' સમારોહનું શૂટિંગ કરવામાં આવ્યું છે. જાહેરાતમાં એવું જોવા મળે છે કે રડતી કન્યા કારમાં બેઠી છે અને પિતા પણ તેને વિદાય આપતાં રડતા જોવા મળે છે. ત્યારે જ અક્ષય કુમાર, જે પોલીસના રૂપમાં જોવા મળે છે, તે દરમિયાનગીરી કરે છે અને કન્યાના લાગણીશીલ પિતાને તેની પુત્રીને હાલના બે એરબેગ વાહનને બદલે છ એરબેગવાળા વાહનમાં મોકલવા કહે છે, જેના પિતા સંમત થાય છે. આગળના દ્રશ્યમાં, નવદંપતી હસતાં હસતાં છ એરબેગ્સ સાથે કારમાં જતા જોવા મળે છે.


આ જાહેરાત ટ્વિટર પર પણ શેર કરી

આ જાહેરાત ટ્વિટર પર પણ શેર કરી

શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેએ જાહેર હિતની જાહેરાતની ટીકા કરી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ છ એરબેગવાળા વાહનોને પ્રોત્સાહિત કરવા માટે આ જાહેરાત ટ્વિટર પર પણ શેર કરી છે.

આ બાબતે ટિપ્પણી કરવા માટે મંત્રાલયના પ્રવક્તાનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો નથી. જો કે, નજીકના સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે જાહેરાતમાં દહેજ વિશે વાત કરવામાં આવી નથી.

અક્ષય કુમારના પ્રતિનિધિનો પણ 'પીટીઆઈ-ભાષા' દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેણે સત્તાવાર રીતે કોઈ જવાબ આપ્યો ન હતો.


ચતુર્વેદીએ રવિવારે ટ્વીટ કર્યું

ચતુર્વેદીએ રવિવારે ટ્વીટ કર્યું

ચતુર્વેદીએ રવિવારે ટ્વીટ કર્યું હતું કે, આ એક સમસ્યારૂપ જાહેરાત છે. કોણે મંજૂરી આપી? શું સરકાર આ જાહેરાતમાં કારની સુરક્ષાના પાસાને પ્રોત્સાહન આપવા માટે પૈસાનો ઉપયોગ કરી રહી છે કે પછી દહેજ પ્રથા જેવા સામાજિક દુષણ અને અપરાધને પ્રોત્સાહન આપવા માટે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top