આલ્બર્ટા ગુજરાતી એસોસિયેશન લઈને આવી રહ્યું છે “ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ”! નાટકો, ગરબા, કલાકારોનો

આલ્બર્ટા ગુજરાતી એસોસિયેશન લઈને આવી રહ્યું છે “ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ”! નાટકો, ગરબા, કલાકારોનો કાફલો : કેનેડા બનશે “ગુજરાતમય”

07/28/2023 Specials

SidhiKhabar

SidhiKhabar

આલ્બર્ટા ગુજરાતી એસોસિયેશન લઈને આવી રહ્યું છે “ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ”! નાટકો, ગરબા, કલાકારોનો

એડમેન્ટન, આલ્બર્ટા ( કેનેડા ), મનિષ એન.પટેલ દ્વારા : સાંસ્કૃતિક શબ્દ સંસ્કૃત કે સંસ્કૃતિ ઉપરથી આવ્યો છે અને સંસ્કૃતિ વિશે આપણા મોટા સાહિત્યકાર કાકા કાલેલકરે કીધું હતું કે ‘ સંસ્કૃતિ એટલે જીવનસમૃદ્ધિ.’ આ સંસ્કૃતિ, સંસ્કાર, સંસ્કૃત, સમૃદ્ધિ, શબ્દ, સંગીત, સુંદરતા વગેરે શબ્દનાં પિંડમાં ચોક્કસ એક સરળતા સાથે સંતોષ છુપાયેલો છે અને સાથે વાસ્તવિક જીવનમાં પણ આ શબ્દોની હારમાળામાં ખુશીની સુગંધ હમેશાં પ્રસરતી જોવા મળે! આ આપણે એટલા માટે કહી રહ્યા છે કે વિદેશમાં જે આપણા ભારતીયો છે તેઓ પણ આ બધું પિંડમાં લઈને ગયા હોય સમયે સમયે સુગંધ પ્રસરાવતા રહે છે. કેનેડા પણ એક એવો દેશ છે કે જ્યાં ઘણાં ભારતીયો છે અને એમાં પણ ગુજરાતીઓ ની વાત નીકળે તો કંઈ અલગ હોય!


AGA લઈને આવી રહ્યું છે “ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ (GCF)”

AGA લઈને આવી રહ્યું છે “ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ (GCF)”

એક મોટો સાંસ્કૃતિક કાર્યક્ર્મ કેનેડાનાં વેસ્ટર્ન વિસ્તારમાં આવી રહ્યો છે. આ ઉત્સવ ૧૯૯૪ થી ચાલી રહ્યો છે અને આ વર્ષે એડમેન્ટન ( આલ્બર્ટા) માં આલ્બર્ટા ગુજરાતી એસોસિયેશનના ( એ. જી. એ) આ ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ (  જી. સી. એફ )  ઓગસ્ટ ૩ – ૬ દરમ્યાન લઈને આવી રહ્યું છે ત્યારે આ ઉત્સવ ને માણવા અહીંયા ગુજરાતી સમાજમાં એક અલગ જ આનંદ સાથે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ એ. જી. એ સંસ્થા છેલ્લા ૪૫ વર્ષો થી ચાલી રહી છે અને એ એક રજિસ્ટર્ડ ચેરીટી સંસ્થા છે અને ૧૦૦ % વોલેન્ટીયર્સ અને ડોનેશન થી ચાલે છે અને એમના દ્રારા વિવિધ કલ્ચરલ પ્રવૃતિઑ વર્ષમાં થતી જ રહેતી હોય છે કે જેમના ૪૦૦૦ થી વધુ જેવા તો ગુજરાતી સમાજના સભ્યો છે.

આ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો જેવા કે ‘ ગુજરાતી જલસો, નાટક , ગરબા , વગેરે થઈ રહ્યા છે ત્યારે એમાં કેટલાય કલાકારો નો કાફલો આવશે અને ઉત્સવ માં થનગનાટ ભર્યો બનાવશે અને સાથે સાથે વેસ્ટર્ન વિસ્તારના એડમેન્ટન, કેલગરી, વેંનકુવર , રૈજેના, સિએટલ, જેવા વિવિધ શહેરોમાંથી રાસ ,ગરબા અને પારંપરિક લોકનૃત્ય માટે ૧૩- ૩૫ વય નાં ઉપરના વિવિધ સ્પર્ધકો આ ઉત્સવમાં અને હરીફાઈ માં ભાગ લેવા આવી રહ્યા છે ત્યારે વિચારો કે શહેર કેવું ટ્રેડિશનલ વસ્ત્રો, સંગીત, શબ્દો અને નૃત્ય સાથે કેવું ધમધમશે ! અને સાથે સ્પર્ધા ની ઉત્સુકતા પણ ખરી જ કે જેમાં વિવિધ ટીમો ની ઉર્જા જોવા મળશે અને અંતે , નિણાર્યકો ની ટીમ હશે જે ટીમ નક્કી કરશે વિજેતા ટીમ. જેના માટે એક દિવસ એવોર્ડ સમારંભનો હશે. અને એ પહેલાં એક દિવસ સ્પોર્ટસ સ્પર્ધા નો પણ હશે.

વિચારો, આ નાનકડા એડમેન્ટન શહેરમાં અને એમાં પણ નાનકડા ગુજરાતી સમાજમાં આ સાંસ્કૃતિક ઉત્સવ ની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને આ ઉત્સવ ને વધુ ઉત્સાહમય બનાવવા તમે પણ તમારા ઓળખીતા મિત્રો કે કોઈપણ ને આ જણાવો અને ગૌરવ અનુભવો !


વિવિધ કાર્યક્રમો ની માહિતી :

August 3rd: Gujarati Jalso @ Triffo Theatre

August 4th: Gujarati Natak @ Triffo Theatre

August 5th: Raas-Garba Dance showcase & Competition @ Jubilee Auditorium

August 5th: Dandia Night @ Expo Centre

August 6th: Sports Activities  @ Saville Community Sports Centre

August 6th: Cultural Activities (Zumba, Canvas Painting and Health Seminar) @ Orchards Residents and Association

August 6th: Gala Dinner / Awards Night @ River Cree Resort and Casino

 

અને વધુ માહિતી આ લિંક ઉપર પણ મળશે.

WWW.gujaraticulturalfestival.ca


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top