લો બોલો! પરિવારના બધા જ લોકો એક સાથે પહોંચ્યા હડકવાની રશી લેવા..! જાણો શા માટે?

લો બોલો! પરિવારના બધા જ લોકો એક સાથે પહોંચ્યા હડકવાની રશી લેવા..! જાણો શા માટે?

04/01/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

લો બોલો! પરિવારના બધા જ લોકો એક સાથે પહોંચ્યા હડકવાની રશી લેવા..! જાણો શા માટે?

ગુજરાતમાં સુરતથી એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કોઇ વ્યક્તિને પાગલ કૂતરું, શિયાળ વગેરે કરડે તો એન્ટી રેબિજ એટલે કે હડકવા વિરોધી રસી અથવા એન્ટી-લાર્ક રસી આપવામાં આવે છે. આવા કોઇ પ્રાણી કરડે તેવી સ્થિતિમાં દર્દીએ એન્ટી એલર્જિક ઇન્જેક્શન મુકાવવું ખુબ જ જરૂરી હોય છે. જો રસી લેવામાં ન આવે તો હડકવા નામનો રોગ થવાનું જોખમ રહેલું છે. ત્યારે સુરત શહેરમાં એક ભેંસને કૂતરુ કરડતા, તે ભેંસના માલિકનો આખો પરિવાર એન્ટી રેબિજની રસી લેવા માટે પહોંચ્યો હતો.


કુતરું કરડવાને કારણે ભેંસનું મોત નિપજ્યું

કુતરું કરડવાને કારણે ભેંસનું મોત નિપજ્યું

સુરતના સરથાણા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા કાનજીભાઈ રઝાભાઈનો પરિવાર પશુપાલક છે. તેમની ભેંસને કૂતરુ કરડી ગયું હતું. તેના કારણે ભેંસનું મોત નિપજ્યું હતું. અને કાનજીભાઈનો આખો પરિવાર આ ભેંસનું દૂધ પીતો હતો. તેથી તે ભેંસનું દૂધ પીનારા પશુપાલક પરિવારના 11 સભ્યો હડકા વિરોધી રસી મુકાવવા માટે સ્મીમેર પહોંચ્યા હતા. બે દિવસ પહેલા તેમણે પહેલો ડોઝ હેલ્થ સેન્ટરમાં મુકાવ્યો હતો. ત્યારે રવિવારે બીજો ડોઝ મુકાવવા માટે આવ્યા હતા.


ગભરાટને કારણે પશુપાલક પરિવારે એન્ટી રેબિજની રસી મૂકાવી

ગભરાટને કારણે પશુપાલક પરિવારે એન્ટી રેબિજની રસી મૂકાવી

ઉલ્લેખનીય છે કે, ગામમાં કે રસ્તા પર રખડતા કૂતરાઓમાં જો કોઇ કુતરુ હડકાયું થયું હોય અને તે કોઇને કરડી લે તો મોટું જોખમ ઉભું થતું હોય છે. અને આવુ કૂતરું જો દૂધાળુ પ્રાણીને કરડે તો તેની અસર દૂધ પીનારા લોકો પર પણ થઇ શકવાની સંભાવના છે. તેથી આ ગભરાટને કારણે સુરતના આ પશુપાલક પરિવારે કોઈ પણ પ્રકારના જોખમને ટાળવા એન્ટી રેબિજની રસી મૂકાવી લીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top