અલ્લૂ અર્જૂને જેલમાં વિતાવી રાત, વહેલી સવારે આવ્યો બહાર, જુઓ પહેલી ઝલક

અલ્લૂ અર્જૂને જેલમાં વિતાવી રાત, વહેલી સવારે આવ્યો બહાર, જુઓ પહેલી ઝલક

12/14/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

અલ્લૂ અર્જૂને જેલમાં વિતાવી રાત, વહેલી સવારે આવ્યો બહાર, જુઓ પહેલી ઝલક

Allu Arjun released after spending night in jail: જેલમાં એક રાત વિતાવ્યા બાદ 'પુષ્પાભાઈ' એટલે કે સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જૂનને મુક્ત કરી દેવામાં આવ્યો છે. શુક્રવારે, હૈદરાબાદ પોલીસે ફિલ્મ 'પુષ્પા 2- ધ રૂલ'ના પ્રીમિયર દરમિયાન મચેલી અફરાતફરીમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં તેલંગાણા કોર્ટે અલ્લૂ અર્જૂનને જામીન આપી દીધા હતા. એ છતા, અભિનેતાને જેલમાં રાત વિતાવવી પડી હતી. અલ્લૂ જેલના પાછલા દરવાજેથી ઘરે પરત ફર્યો. જેલમાંથી છૂટ્યા બાદ અભિનેતાનો પહેલો વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

અલ્લૂ અર્જૂનની ધરપકડ બાદ ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. થોડા કલાકો બાદ સમાચાર આવ્યા કે તેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. જો કે, બાદમાં અભિનેતાને તેલંગાણા હાઈકોર્ટ દ્વારા 50,000 રૂપિયાના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપી દેવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં તેને જેલમાં રાત વિતાવવી પડી હતી. હવે જેલમાંથી બહાર આવ્યા બાદ તેનો પહેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


જેલમાંથી બહાર આવ્યા બાદ ફેન્સનું અભિવાદન કર્યું

જેલમાંથી બહાર આવ્યા બાદ ફેન્સનું અભિવાદન કર્યું

અભિનેતાને ચાર અઠવાડિયા માટે જામીન મળ્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે ચાહકો અને મીડિયાનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું. તેની મુક્તિ બાદ, તેના ચાહકોને હૂટિંગ કરતા અને તેના નામના નારા લગાવતા જોવા મળ્યા હતા. અલ્લૂ અર્જૂન તેના પિતા અલ્લૂ અરવિંદ સાથે જેલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો.

જેલમાંથી છૂટતાની સાથે જ અભિનેતા ગીતા આર્ટ્સ પ્રોડક્શન હાઉસ પહોંચ્યો, અહીંથી તે પોતાના ઘરે જશે. જેલમાંથી બહાર આવ્યા બાદ અભિનેતાનો પહેલો વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અલ્લૂ અર્જૂન તેની BMW કારમાં બેઠો જોવા મળી રહ્યો છે. તે કારની આગળની સીટ પર ઝૂકેગા નહીં'વાળા અંદાજમાં જોવા મળ્યો હતો.


છૂટ્યા બાદ પણ જેલમાં રાત કેમ વિતાવી?

છૂટ્યા બાદ પણ જેલમાં રાત કેમ વિતાવી?

અલ્લૂ અર્જૂનની મુક્તિ પર તેના વકીલ અશોક રેડ્ડીએ કહ્યું છે કે કોર્ટના આદેશ મુજબ અલ્લૂ અર્જૂનને ગઈકાલે (13 ડિસેમ્બર) મુક્ત કરવો જોઈતો હતો. જે થઈ શક્યું નહીં. હકીકતમાં, રાત્રે એવું કહેવામાં આવ્યું હતું કે જામીનના આદેશની નકલો ઓનલાઈન અપલોડ ન થવાના કારણે અલ્લૂ અર્જૂનને મુક્ત કરી શકાયો નથી. અધિકારીઓએ તેમના રહેવા માટે વર્ગ-1 બેરેક તૈયાર કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top