રશિયા-યૂક્રેન યુદ્ધ અમેરિકા માટે સોનાનાં ઈંડા આપનારી મરઘી સમાન બન્યું; સંરક્ષણ કંપનીઓએ કરી અબજો

રશિયા-યૂક્રેન યુદ્ધ અમેરિકા માટે સોનાનાં ઈંડા આપનારી મરઘી સમાન બન્યું; સંરક્ષણ કંપનીઓએ કરી અબજોમાં કમાણી

03/11/2022 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

રશિયા-યૂક્રેન યુદ્ધ અમેરિકા માટે સોનાનાં ઈંડા આપનારી મરઘી સમાન બન્યું; સંરક્ષણ કંપનીઓએ કરી અબજો

રશિયા દ્વારા યૂક્રેન પર હુમલો થયાને આજે ૧૬મો દિવસ છે અને બંને પક્ષ તરફથી ધમાસાન હુમલાઓ ચાલી રહ્યા છે. આ યુદ્ધથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દુનિયાભરમાં જોરદાર નિંદા થઇ રહી છે. વિશ્વભરમાં લોકોના માથે ભય મંડરાય રહ્યો છે કે રશિયન સામ્રાજ્ય ફરી ઉભરી, ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી શકે છે. આ બધા સમાચારની વચ્ચે તાજેતરમાં જાણવા મળ્યું છે કે આ યુદ્ધ અમેરિકા માટે સોનાંના ઈંડા આપનારી મરઘી સમાન સાબિત થયું છે.


નિકાસ કરીને અબજો ડોલરની કમાણી

નિકાસ કરીને અબજો ડોલરની કમાણી

આ યુદ્ધને કારણે સંરક્ષણ ક્ષેત્રે જંગનો ખર્ચ ખૂબ જ વધવા લાગ્યો છે. યુરોપિયન યુનિયને જાહેરાત કરી છે કે તેઓ 450 મિલિયન યુરોના શસ્ત્રો ખરીદશે અને યૂક્રેનને સોંપશે. બીજી તરફ, અમેરિકાએ કહ્યું છે કે તે 350 મિલિયન ડોલરની સૈન્ય સહાય આપશે. આ પહેલા અમેરિકાએ યૂક્રેનને 650 મિલિયન ડોલરની સૈન્ય સહાય આપી હતી. આ બધા પર નજર કરીએ તો અમેરિકા અને નાટોના દેશો 17 હજાર ટેન્ક હથિયારો અને 2000ની સંખ્યામાં એરક્રાફ્ટ મિસાઈલો મોકલી રહ્યા છે. અમેરિકી સંરક્ષણ કંપનીઓ શસ્ત્રોની નિકાસ કરીને અબજો ડોલરની કમાણી કરી રહી છે.


આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવામાં આવી રહ્યું છે

આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવામાં આવી રહ્યું છે

તેમજ યૂક્રેનમાં રશિયા વિરુદ્ધ બળવાખોર જૂથ બનાવવા માટે બ્રિટન, ઓસ્ટ્રેલિયા, તુર્કી અને કેનેડાના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવામાં આવી રહ્યું છે. આ તમામ નિર્ણયો વિશ્વના અગ્રણી શસ્ત્ર નિર્માતાઓ માટે સોનાની મરઘી સમાન સાબિત થઈ રહ્યાં છે. આ રીતે સમજી શકાય છે કે અમેરિકન કંપની રેથિયોન(Raytheon)  સ્ટિંગર મિસાઇલ બનાવે છે અને રેથિયોન કંપની એન્ટી-ટેન્ક મિસાઈલનું ઉત્પાદન કરે છે, જે યુએસએ અને અન્ય નાટો દેશો દ્વારા મોટાભાગે યૂક્રેનને સપ્લાય કરવામાં આવી છે.


લોકહીડ અને રેથિયોનના શેરના ભાવમાં વધારો

લોકહીડ અને રેથિયોનના શેરના ભાવમાં વધારો

યૂક્રેન પર રશિયાના આક્રમણ બાદ લોકહીડ(Lockheed) અને રેથિયોન કંપનીના શેરના ભાવમાં 16 ટકાનો અને 3 ટકાનો વધારો આવ્યો છે. આ સિવાય યુકે સ્થિત કંપની BAE સિસ્ટમના શેરના ભાવમાં પણ 26 ટકાનો વધારો થયો છે. આ કંપનીઓ હવે તેમના રોકાણકારોને કમાણી વિશે જણાવી રહી છે. રેથિયોને 25 જાન્યુઆરીએ કહ્યું હતું કે, યુએઈમાં ડ્રોન હુમલા અને દક્ષિણ ચીન સાગરમાં તણાવને જોતા સંરક્ષણ ખર્ચમાં વધારો થવા જઈ રહ્યો છે. આનાથી કંપનીને ફાયદો થઈ શકે છે. હવે યૂક્રેન યુદ્ધ શરૂ થયા બાદ જર્મની અને ડેનમાર્ક બંનેએ સંરક્ષણ બજેટ વધારવાની જાહેરાત કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top