'નહીં અનામત હટાવીએ, નહીં સેક્યુલર શબ્દ અને..', સંવિધાન બદલવાના આરોપ પર શું બોલ્યા અમિત શાહ?

'નહીં અનામત હટાવીએ, નહીં સેક્યુલર શબ્દ અને..', સંવિધાન બદલવાના આરોપ પર શું બોલ્યા અમિત શાહ?

04/20/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'નહીં અનામત હટાવીએ, નહીં સેક્યુલર શબ્દ અને..', સંવિધાન બદલવાના આરોપ પર શું બોલ્યા અમિત શાહ?

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભાની ચૂંટણી અગાઉ કહ્યું કે તેમની પાર્ટી અને ભાજપની સરકાર ન તો અનામત હટાવે અને ન સંવિધાનમાંથી સેક્યુલર શબ્દ હટાવશે. ગાંધીનગર સીટ પર નામાંકન દાખલ કર્યા બાદ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ એવા આરોપ લગાવીને દેશવાસીઓને ભરમાવી રહી છે. જો ભાજપે સંવિધાન બદલવું હોત તો છેલ્લા 10 વર્ષોથી તેમની પાસે બહુમત છે, તેઓ 10 વર્ષોમાં એમ ગમે ત્યારે કરી શકતી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બહુમતનો ઉપયોગ કલમ 370 હટાવવામાં, નાગરિકતા સંશોધન કાયદો લાવવા, તીન તલાક સમાપ્ત કરવા કર્યો છે.


દેશનું સંવિધાન ધર્મના આધાર પર હોવું જોઈએ: અમિત શાહ

દેશનું સંવિધાન ધર્મના આધાર પર હોવું જોઈએ: અમિત શાહ

સંવિધાનમાંથી પંથ નિરપેક્ષ (સેક્યુલર) શબ્દ હટાવવાના આરોપો પર તેમણે કહ્યું કે, 'સેક્યુલર શબ્દ હટાવવાની અમારે કોઈ જરૂરિયાત નથી. આ દેશને પંથનિરપેક્ષ બનાવવાનો સૌથી મોટો આગ્રહ ભાજપનો છે. એટલે અમે UCC લાવી રહ્યા છીએ. અમિત શાહે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, તે (કોંગ્રેસ) દેશને શરિયાના નામ પર ચલાવવા માગે છે એટલે તેણે સેક્યુલર બનવાની જરૂરિયાત છે, અમને નહીં. અમે તો કહી રહ્યા છીએ કે આ દેશનું સંવિધાન ધર્મના આધાર પર હોવું જોઈએ.


બહુમતનો દુરુપયોગ કરવાની આદત કોંગ્રેસની રહી છે અમારી નહીં: અમિત શાહ

બહુમતનો દુરુપયોગ કરવાની આદત કોંગ્રેસની રહી છે અમારી નહીં: અમિત શાહ

અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ રોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે, જે પ્રકારે તેઓ કહેતા ફરી રહ્યા છે કે ભાજપ અનામત હટાવી દેશે, તો એ વાત સ્પષ્ટ કરી દેવા માગું છું કે ભાજપ ન તો અનામત હટાવશે અને ન તો હટાવા દેશે. બહુમતનો ઉપયોગ કરીને કોંગ્રેસે ઘણા ખોટા નિર્ણય લીધા છે અને જો આગળ પણ એમ કરવાનું વિચારશે તો ભાજપ એમ કરવા નહીં દે. તો વધુ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સંવિધાનમાં સંશોધનની સરકારની યોજના સંબંધિત અટકળોનું પણ ખંડન કર્યું. તેમણે કહ્યું કે, જો અમારે સંવિધાન બદલવું હોત તો પહેલા જ કરી શકતા હતા. ભાજપ નીત NDAએ સંસદમાં તેને મળેલા બહુમતનો ક્યારેય દુરુપયોગ કર્યો નથી. અમારી પાસે 10 વર્ષ સુધી જે બહુમત રહ્યું તેમાં તેનો દુરુપયોગ ન કર્યો. બહુમતનો દુરુપયોગ કરવાની કોંગ્રેસની આદત રહી છે અમારી નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top