સોશિયલ મિડિયા પર વાયરલ થયેલ આ ફોટામાં અમિતાભ છે? જાણો શું છે આ ફોટો પાછળની સચ્ચાઈ

સોશિયલ મિડિયા પર વાયરલ થયેલ આ ફોટામાં અમિતાભ છે? જાણો શું છે આ ફોટો પાછળની સચ્ચાઈ

07/19/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

સોશિયલ મિડિયા પર વાયરલ થયેલ આ ફોટામાં અમિતાભ છે? જાણો શું છે આ ફોટો પાછળની સચ્ચાઈ

બોલીવુડના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન હાલમાં સોશિયલ મિડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. તેઓ પોતાની તસવીરો ઉપરાંત વિવિધ ટ્વિટસ અને પોસ્ટ્સ દ્વારા પણ લાઈમલાઈટમાં રહેતા હોય છે. પરંતુ તાજેતરમાં એક ખૂબ જ અનોખા કારણસર તેમનું નામ ચર્ચામાં આવ્યું છે.


શું વાઈરલ તસવીર અમિતાભ બચ્ચનની છે?

શું વાઈરલ તસવીર અમિતાભ બચ્ચનની છે?

સોશિયલ મીડિયામાં એક તસવીર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને ઘણા લોકો તેને અમિતાભ બચ્ચનની તસવીર મની રહ્યાં છે. પરંતુ હકીકતે વાઈરલ થઈ રહેલી આ તસવીર એક અફઘાની રેફ્યુજી એટલે કે, શરણાર્થીનો છે. થોડા વરસો પહેલાનો આ ફોટો છે. અને ઘણા લોકો તેને બિગ બીની આવનારી કોઈ ફિલ્મની તસવીર સમજી કોમેન્ટ્સ કરી હતી. પરંતુ હકીકતે આ મહાનુભાવ અમિતાભ બચ્ચન નથી.


સ્ટીવ મેકક્યુરી

સ્ટીવ મેકક્યુરી

એક પ્રખ્યાત ફોટોગ્રાફર સ્ટીવ મેકક્યુરીએ આ તસવીરને પોતાના કેમેરામાં કેદ કરી હતી અને 20 જુનના રોજ 'વલ્ડૅ રેફ્યુજી ડે' એટલે કે, વિશ્વ શરણાર્થી દિવસ નિમિત્તે તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ત્યાર બાદ તે ફોટો ખૂબ જ વાઈરલ થવા લાગ્યો છે. અને લોકો આ અફઘાની શરણાર્થીને અમિતાભ બચ્ચન સમજીને વિવિધ અટકળો લગાવી રહ્યાં છે. તસવીરમાં દેખાઈ રહેલાં વ્યક્તિ તદ્દન બિગ બી જેવાં જ લાગે છે જેથી લોકો આ પોસ્ટ પર સતત પ્રતિક્રિયા આપી રહ્યાં છે.


આ તસવીર ક્યારે કેપ્ચર થઈ હતી

આ તસવીર ક્યારે કેપ્ચર થઈ હતી

આ તસવીર 2018ના વર્ષની છે અને તે સમયે પણ ખૂબ જ ચર્ચામાં આવી હતી. તે સમયે લોકો આ તસ્વીરને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ના સેટની હોવાનું માની રહ્યાં હતા.ત્યારે ફરી એક વખત આ તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. કેટલાક લોકો આ તસ્વીરને અમિતાભની આવનારી ફિલ્મના લુકની હોવાનું પણ માની રહ્યાં છે. તસ્વીરમાં એક અફઘાની રેફ્યુજી માથે ધૂળિયા રંગની મેલી ઘેલી પાઘડીમાં જોવા મળી રહ્યાં છે. તેમની જમણી આંખ પાઘડી વડે ઢંકાયેલી છે તથા કાળા રંગની ગોળ ફ્રેમના ચશ્માં તેમના લુકને વધુ ઇફેક્ટીવ બનાવે છે. ઉપરાંત ચહેરા પર રફ્નેસ અને સફેદ દાઢી તેમને અત્યંત અમિતાભ બચ્ચનનો લુક આપે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top