કેપ્ટન સૂર્યકુમાર યાદવની એક ભારતીય ટીમને પડી ભારે, આ નિર્ણય બન્યો હારનું મોટું કારણ!

કેપ્ટન સૂર્યકુમાર યાદવની એક ભારતીય ટીમને પડી ભારે, આ નિર્ણય બન્યો હારનું મોટું કારણ!

11/11/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

કેપ્ટન સૂર્યકુમાર યાદવની એક ભારતીય ટીમને પડી ભારે, આ નિર્ણય બન્યો હારનું મોટું કારણ!

India vs South Africa 2nd T20: ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેની સાથે આફ્રિકન ટીમે સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. જેનું પરિણામ ભારતીય ટીમે ભોગવવું પડ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 124 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ આફ્રિકાએ 19મી ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. સ્પિન બોલર વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ વાપસી કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૂર્યકુમાર યાદવના નિર્ણયે મેચનું પાસુ પલટી દીધું.


સૂર્યાનો આ નિર્ણય હારનું કારણ બન્યો

સૂર્યાનો આ નિર્ણય હારનું કારણ બન્યો

સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મેચમાં 5 વિકેટ લીધી અને ચાર ઓવરના ક્વોટામાં માત્ર 17 જ રન આપ્યા. એ સિવાય રવિ બિશ્નોઈએ પણ 4 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ બંને ખેલાડીઓએ આફ્રિકન બેટ્સમેન પર લગાવી હતી અને તેમને ખુલીને રમવા દીધા નહોતા. આફ્રિકાએ 86 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ જીતવા માટે સંઘર્ષ કરી રહી હતી. એવામાં દરેકને આશા હતી કે ભારતીય ટીમ મેચ જીતી જશે. સ્પિનરોને પીચમાંથી ખુબ મદદ મળી રહી હતી અને ભારતીય સ્પિનરોનો દબદબો હતો. પરંતુ ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોટો નિર્ણય લીધો અને 17, 18 અને 19મી ઓવર ફાસ્ટ બોલરો પાસે કરાવી હતી અને અહીંથી મેચનું પાસુ પલટાઈ ગયું હતું. જ્યારે સ્ટાર સ્પિનર ​​અક્ષર પટેલની ૩ ઓવર બાકી હતી. જ્યારે આ પહેલી મેચમાં અક્ષરે માત્ર એક ઓવર નાખી હતી અને તેમાં તેણે 2 રન આપ્યા હતા.

એવામાં સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે સ્પિન ફ્રેન્ડલી વિકેટ પર સૂર્યાએ અક્ષરને માત્ર એક જ ઓવર શા માટે આપી? જ્યારે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મોંઘો સાબિત થયો અને તેણે પોતાની 4 ઓવરમાં 41 રન આપ્યા. બીજી તરફ આવેશ ખાને 3 ઓવરમાં 23 રન આપ્યા હતા. ડેથ ઓવરોમાં ફાસ્ટ બોલરો પાસે બોલિંગ કરવાનો સૂર્યાનો નિર્ણય ભારતીય ટીમ માટે મોંઘો સાબિત થયો અને ભારતને હારનો સામનો કરવો પડ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top