Andhra College Scandal: એન્જિનિયરિંગ કૉલેજના ગર્લ્સ વૉશરૂમમાં CCTV કૅમેરા, બનાવ્યા 300 વીડિયો,

Andhra College Scandal: એન્જિનિયરિંગ કૉલેજના ગર્લ્સ વૉશરૂમમાં CCTV કૅમેરા, બનાવ્યા 300 વીડિયો, વિદ્યાર્થિનીઓના આક્ષેપથી હોબાળો

08/30/2024 National

SidhiKhabar

SidhiKhabar

Andhra College Scandal: એન્જિનિયરિંગ કૉલેજના ગર્લ્સ વૉશરૂમમાં CCTV કૅમેરા, બનાવ્યા 300 વીડિયો,

Andhra College Scandal : મહિલાઓની જાતીય સતામણીના અહેવાલ ઠેર ઠેરથી આવી રહ્યા છે, જે અટકવાનું નામ નથી લેતા! કોલકાતા રેપ-મર્ડર કેસમાં હજી સુધી પીડિતાને ન્યાય નથી મળ્યો, કેસની આસપાસ અનેક રહસ્યો ગૂંચવાયેલા હોય એમ લાગે છે. ત્યાં બીજી તરફ આંધ્ર પ્રદેશની એક કોલેજમાંથી પણ સંભવિત મોટા સેક્સ સ્કેન્ડલના સમાચાર આવી રહ્યા છે, જેમાં 300 થી વધુ આપત્તિજનક વિડીયો રેકોર્ડ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.


ગર્લ્સ હોસ્ટેલના ટોયલેટમાં કોઈકે કેમેરો છુપાવ્યો, અને...

ગર્લ્સ હોસ્ટેલના ટોયલેટમાં કોઈકે કેમેરો છુપાવ્યો, અને...

આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં સ્થિત ગુડલાવલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ગર્લ્સ હોસ્ટેલના ટોયલેટમાંથી એક છુપો કેમેરો મળી આવ્યો છે. આ કેમેરા વડે બનાવેલા કેટલાક વીડિયો વિદ્યાર્થીઓમાં કથિત રીતે વાયરલ થયા બાદ હવે વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો છે.


હિડન કેમેરાની જાણ થતાં વિદ્યાર્થીઓએ આ અંગે પોલીસમાં કેસ પણ નોંધાવ્યો હતો, જે બાદ પોલીસે અંતિમ વર્ષના વિદ્યાર્થીની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર, કોલેજ હોસ્ટેલમાં ટોઇલેટની અંદર રાખવામાં આવેલો આ કેમેરો એક વિદ્યાર્થિનીને મળી આવ્યો હતો, જે બાદ વિદ્યાર્થિનીઓએ ગુરુવારે રાત્રે (29 ઓગસ્ટ 2024) વિરોધ કર્યો હતો અને કેમ્પસમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને ગોપનીયતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.


ગર્લફ્રેન્ડની મદદથી કર્યો કાંડ! 300 થી વધુ વીડિયો રેકોર્ડ!

ગર્લફ્રેન્ડની મદદથી કર્યો કાંડ! 300 થી વધુ વીડિયો રેકોર્ડ!

સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલી માહિતી મુજબ હરીશ્વર રેડ્ડી નામક વિદ્યાર્થીએ પોતાની ગર્લફ્રેન્ડની મદદથી ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં કેમેરા ગોઠવ્યો હતો. વિદ્યાર્થિઓના જણાવ્યા અનુસાર, આ છુપાયેલા કેમેરામાંથી કથિત રીતે 300 થી વધુ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને કથિત રીતે બોયઝ હોસ્ટેલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે જ વિદ્યાર્થિનીઓએ આ વીડિયો પોસ્ટ કરીને વાયરલ કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. વિરોધ વચ્ચે પોલીસને મામલાની જાણ કરવામાં આવી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે અંતિમ વર્ષના વિદ્યાર્થીની અટકાયત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે કેમેરા લગાવવામાં સામેલ હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને વધુ તપાસ ચાલી રહી છે.


જોકે, કોલેજ પ્રશાસને દાવો કર્યો હતો કે ગર્લ્સ હોસ્ટેલમાં કોઈ છૂપો કેમેરા મળ્યો નથી. તે પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા છે. તેમણે કેમ્પસમાં વધારાના સુરક્ષા પગલાં લેવાનું પણ વચન આપ્યું છે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે તેઓએ વિદ્યાર્થિનીઓ અને કોલેજના સ્ટાફની હાજરીમાં આરોપીઓના લેપટોપ, મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ કરી છે અને કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી. વધુ તપાસ ચાલુ છે. જો કે, વિદ્યાર્થિનીઓના આક્ષેપ બાદ તેમની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top