પેટાળમાં કેવું કેવું ધરબીને બેઠો છે ચંદ્ર? ખુલ્યું વધુ એક રહસ્ય, મળી આવી ખૂબ કામની વસ્તુ, પૃથ્વી પર જેના વગર ચાલે જ નહીં! જાણો
ચંદ્ર પર ફૂલ સ્પીડમાં કામ કરી રહેલા ચંદ્રયાન-3 દિન પ્રતિદિન નવી નવી માહિતી આપી રહ્યું છે. ચંદ્રયાનના રોવરે હવે બીજી એક અગત્યની માહિતી જાહેર કરી છે. ચંદ્રયાનના રોવરના બીજા ઉપકરણ પણ ચંદ્રની માટીમાં સલ્ફર હોવાની પુષ્ટિ કરી દીધી છે. આ પહેલા અન્ય એક પેલોડે ચંદ્ર પર પેલોડ શોધી કાઢ્યું છે. આ પહેલા પ્રજ્ઞાન રોવરે દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઓક્સિજન હોવાની જાણકારી મેળવી હતી.
ઈસરોએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી (એપીએક્સએસ)એ સલ્ફર તેમજ અન્ય નાના તત્વો શોધી કાઢ્યા છે. સીએચ-3ની શોધ વૈજ્ઞાનિકોને આ પ્રદેશમાં સલ્ફર(ઓ)નો સ્ત્રોત શોધવાની ફરજ પાડે છે, પછી ભલે તે આંતરિક રીતે હાજર હોય કે જ્વાળામુખી કે ઉલ્કાપિંડથી પેદા થતો હોય.
સલ્ફર એક પ્રકારની કેમિકલ ધાતુ છે. રોજબરોજના જીવનમાં વપરાતી અસંખ્ય ચીજવસ્તુઓમાં સલ્ફરનો ઉપયોગ થાય છે. બેટરી, જંતુનાશક દવા, ફટાકડાં, ગન પાવર, ખાતર, ધોવાણ વિરોધ ક્રોકિંટ, સોલવન્ટ અને બીજી ચીજોમાં સલ્ફરનો ઉપયોગ થાય છે. કેમિકલ અને ફાર્માસ્યુટીકલ કંપનીઓમાં સલ્ફર વગર ચાલે જ નહીં. એકંદરે સલ્ફર ધાતુ વગર ચાલે જ નહીં તેવું તેનું કામ છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે ચંદ્રયાનના રોવરે ચંદ્રની ધરતી પર ઓક્સિજન હોવાની પુષ્ટિ કરી હતી. માનવ જીવન માટે ઓક્સિજન ખૂબ જરુરી ચીજ છે. હાલમાં રોવર ફૂલ મિશનમાં છે અને ચંદ્રના વધુને વધુ રહસ્યો ઉજાગર કરી રહ્યું છે.
રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાદથી દરરોજ પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યા છે. આ દરમિયાન લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પરથી રોવર પ્રજ્ઞાનનો એક ફની વીડિયો પણ ઈસરોને મોકલ્યો છે. આ વીડિયોમાં રોવર સુરક્ષિત માર્ગની શોધમાં 360 ડિગ્રી પર ફરતું જોવા મળે છે, જેનાથી એવું લાગે છે કે તે ચંદ્રની સપાટી પર ડાન્સ કરી રહ્યું છે. આ વીડિયોને શેર કરતાં ઈસરોએ ટ્વીટ કર્યું, 'લેન્ડર વિક્રમે રોવર પ્રજ્ઞાનને સુરક્ષિત માર્ગ તરફ પરિભ્રમણ કરવાનો વીડિયો રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં એવું લાગે છે કે એક બાળક ચંદમામાના આંગણામાં રમી રહ્યું છે અને તેની માતા તેને પ્રેમથી રમતા જોઈ રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp