આફ્રિકામાં બે ગુજરાતી ભાઈઓ પર હુમલો, નીગ્રો લૂંટારુઓએ એક ભાઈને ગોળીથી વીંધી નાંખ્યો

આફ્રિકામાં બે ગુજરાતી ભાઈઓ પર હુમલો, નીગ્રો લૂંટારુઓએ એક ભાઈને ગોળીથી વીંધી નાંખ્યો

07/25/2022 World

SidhiKhabar

SidhiKhabar

આફ્રિકામાં બે ગુજરાતી ભાઈઓ પર હુમલો, નીગ્રો લૂંટારુઓએ એક ભાઈને ગોળીથી વીંધી નાંખ્યો

ભરૂચ (Bharuch) જિલ્લાના બે સાગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના (South Africa) ઝામ્બિયામાં (Zambia) ફાયરિંગની ઘટના સામે આવી છે. ગોળીબારમાં બે પૈકી એક યુવાનનું મોત નિપજ્યું છે. હુમલાનો ભોગ બનેલા બે ભાઈઓ ભરૂચના ટંકારીયા (Tankaria) ગામના વતની છે. ગત રાતે બનેલી ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હુમલો લૂંટના ઇરાદે કરાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.


જોકે હુમલાણી ઘટનાના અહેવાલો બાદ ભરૂચ જિલ્લાના ટંકારિયામાં રહેતા યુવાનોના પરિવારમાં ગમગીની ફેલાઈ છે. ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં યુવાનો આફ્રિકાના દેશોમાં રોજગારી માટે વસ્યા છે, જેમના પરિવારો પણ પોતાના સ્વજનોની સુરક્ષાને લઈ ચિંતામાં મૂકાયા છે.


ઘટનાની મળતી માહિતી મુજબ, આફ્રિકાના ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમીના અંતરે કાબવે ટાઉન આવેલું છે. ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા રોજગાર અર્થે કાબવેમાં જઈને વસ્યા છે. બંને યુવાનો ટાઉનમાં ગ્રોસરી શોપ ચલાવતા હતા. બંને યુવાનો રાતે ઘરે સુતા હતા ત્યારે નીગ્રો લૂંટારુઓ તેમના ઘરમાં ઘુસ્યા હતા. રાતે 3 થી 4 ના અરસામાં લૂંટારુઓની હલચલને કારણે ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા જાગી જતા તે તપાસ માટે  ઉઠ્યો હતો. અચાનક લૂંટારુઓની સામે આવી જતા ગભરાયેલા લૂંટારુએ સીધી ફાયરિંગ કરી દીધું હતું.


ઘટનામાં ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યારે ગોળીનો અવાજ સાંભળીને અજમદ સફાળો જાગી ગયો હતો. તે તરત ઉઠ્યો હતો, તેણએ આવીને જોયુ તો ભાઈ નીચે જમીન પર પડ્યો હતો. તે તરત ભાઈની મદદે દોડતો આવ્યો, તો તેને પણ ગોળી મારવામાં આવી હતી. અજમદના હાથના ભાગે વાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


બે સગા ભાઈઓ ઉપર ગોળીબારની ઘટના અને એકનું મોત નિજપતા કાબવેમાં રહેતા ગુજરાતીઓ કરકરિયા બંધુઓ પાસે દોડી ગયા હતા. ઇમરાન ઈબ્રાહીમ કરકરિયાની અંતિમવિધિ કાબવેમાં જ કરવામાં આવશે. તો આ ઘટનાથી ભરૂચના ટંકારીયા ગામે કરકરિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બે સાગા ભાઈઓ ઉપર હુમલો અને એકના મોતના પગલે નિવૃત્ત એસટી કર્મચારી પિતા ઈબ્રાહીમ કરકરિયા અને તેમનો પરિવાર શોકમગ્ન બન્યો છે.


ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં ગુજરાતી યુવાનો રોજગારી માટે આફ્રિકાના દેશોમાં સ્થાયી થયા છે. પરંતું લૂંટના ઇરાદે ભારતીય યુવાનો સમયાંતરે સ્થાનિકો ટોળકીઓનો શિકાર બને છે. ત્યારે સ્વજનોની ચિંતાને લઈ ગુજરાતમાં રહેતા પરિવારો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top