રામ મંદિરની અમેરિકામાં પણ ધૂમ, પરેડમાં દેખાશે ઝલક, FIA કરી રહ્યું છે મોટું આયોજન

રામ મંદિરની અમેરિકામાં પણ ધૂમ, પરેડમાં દેખાશે ઝલક, FIA કરી રહ્યું છે મોટું આયોજન

07/03/2024 World

SidhiKhabar

SidhiKhabar

રામ મંદિરની અમેરિકામાં પણ ધૂમ, પરેડમાં દેખાશે ઝલક, FIA કરી રહ્યું છે મોટું આયોજન

રામ મંદિરની ઝલક અમેરિકામાં પણ જોવા મળશે. અમેરિકામાં ભારત દિવસ પર 18 ઓગસ્ટે થનારી પરેડમાં રામ મંદિરની પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવશે. આ આયોજનમાં ન્યૂયોર્ક અને આસપાસ રહેતા હજારો ભારતીય અમેરિકન સામેલ થશે. વિશ્વ હિન્દુ પરિષદ અમેરિકા (VHP)ના મહાસચિવ અમિતાભ મિત્તલ અનુસાર રામ મંદિરની પ્રતિકૃતિ 18 ફૂટ લાંબી અને 9 ફૂટ પહોળી અને 8 ફૂટ ઊંચી હશે. આ પહેલી વખત હશે જ્યારે રામ મંદિરની પ્રતિકૃતિ અમેરિકામાં પ્રદર્શિત કરવામાં આવશે.


ભારત બહાર સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્ય પર સૌથી મોટું આયોજન

ભારત બહાર સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્ય પર સૌથી મોટું આયોજન

ભારતમાં દર વર્ષે થનારી ભારત દિવસની આ પરેડ ભારત બહાર સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્ય પર સૌથી મોટું આયોજન છે. અહી પરેડ દર વર્ષે મિડટાઉન ન્યૂયોર્કમાં ઈસ્ટ 38 સ્ટ્રીટથી ઈસ્ટ 27 સ્ટ્રીટ સુધી કાઢવામાં આવે છે, જેને જોવા 1,50,000 કરતાં વધારે લોકો આવે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન (FIA) દ્વારા આયોજિત થનારી આ પરેડમાં વિભિન્ન ભારતીય અમેરિકન સમુદાયો અને સંસ્કૃતિની વિવિધાતાનું પ્રતિનિધિત્વ કરનારી અનેક ઝાકીઓ ન્યૂયોર્કના રોડ પર જોવા મળશે. VHP અમેરિકાએ રામ મંદિર રથ યાત્રાનું આયોજન કર્યું હતું, જેણે 60 દિવમાંસ 48 રાજ્યોના 851 રાજ્યોને કવર કર્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top