બલૂચ વિદ્રોહીઓએ પહેલી વખત જાફર એક્સપ્રેસ હાઈજેકનો વીડિયો કર્યો જાહેર; બતાવ્યું કેવી રીતે પાકિસ્તાન સેનાને ઘૂંટણ પર લાવ્યા
બલૂચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસના હાઇજેકનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં, BLA લડવૈયાઓ ટ્રેનને હાઇજેક કરતા પહેલા રિહર્સલ કરતા અને પછી હાઇજેક કર્યા બાદ ટ્રેનમાં ફરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં જાફર એક્સપ્રેસ પર BLA લડવૈયાઓ દ્વારા કરવામાં આવેલા હુમલા અને ટ્રેનને હાઇજેક કરવાની તૈયારીઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે બલૂચ લડવૈયાઓએ પાકિસ્તાની સેનાને ઘૂંટણિયે પાડી દીધી. માર્ચ મહિનામાં બોલાન વિસ્તારમાં બલૂચ વિદ્રોહીઓએ જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યું હતું. આ ટ્રેનમાં પાકિસ્તાની સેનાના સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા. BLAએ જાફર એક્સપ્રેસને હાઇજેક કરવાના ઓપરેશનને 'ઓપરેશન દારા-એ-બોલાન 2.0' નામ આપ્યું હતું.
આ વીડિયો બલૂચ લિબરેશન આર્મીની મીડિયા વિંગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જાફર એક્સપ્રેસ પર થયેલા હુમલા અને તે અગાઉ BLA લડવૈયાઓની તાલીમના દૃશ્ય છે. ઉપરાંત, તેઓ જમીન પર ટ્રેન ટ્રેકનો નકશો બનાવીને તેને હાઇજેક કરવાની સંપૂર્ણ તૈયારી કરતા જોવા મળે છે. 35 મિનિટના વીડિયોમાં, BLAએ જાફર એક્સપ્રેસના હાઇજેક પાછળનો પોતાનો હેતુ સમજાવ્યો છે.
વીડિયો જોઈને એ સ્પષ્ટ થાય છે કે જાફર એક્સપ્રેસને હાઇજેક કરતા પહેલા BLA લડવૈયાઓએ જબરદસ્ત તાલીમ લીધી હતી. વીડિયોમાં, BLA લડવૈયાઓ કહેતા જોવા મળે છે કે હવે હથિયારો વિના જવાબ આપવો શક્ય નથી. ઉપરાંત, જાફર એક્સપ્રેસ હાઇજેકનો ઉદ્દેશ્ય પાકિસ્તાનને ઝટકો આપવાનો અને તેને બતાવવાનો હતો કે તેના અધિકારીઓ બલૂચિસ્તાનમાં લાંબા સમય સુધી સુરક્ષિત નહીં રહે.
આ વીડિયોમાં બલૂચ લડવૈયાઓના ઇન્ટરવ્યૂ પણ છે. જેમાં ઝફર બલૂચે કહ્યું કે આજે પાકિસ્તાને બલૂચ સમુદાયને આજે તબાહી અને બરબાદી તરફ ધકેલી દીધો છે. પાકિસ્તાનમાં, ISI અને CTDના નામે બલૂચો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે અને બલૂચોના મૃતદેહો રસ્તાઓ પર ફેંકવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે બલૂચ એ હાલતમાં ગયા છે જ્યાં તેમણે પોતાના દુશ્મનોને ઓળખી લીધા છે. દુશ્મન GHQ રાવલપિંડી (પાકિસ્તાની આર્મીનું મુખ્ય મથક) અને પંજાબ છે. બલૂચ એ હદ સુધી પહોંચી ગયા છે, જેમાં કે તેઓ પોતાના ઘરમાં બેસતા ડરે છે કારણ કે કોઈ તેમને ઉપાડી જશે અને પછી અમારા મૃતદેહો રસ્તાઓ પર ફેંકી દેવામાં આવશે.
બલૂચ લડવૈયાઓ દ્વારા જાફર એક્સપ્રેસનું હાઇજેક કરવા અને હવે આ વીડિયો જાહેર કરી બતાવી દીધું છે કે પાકિસ્તાની સેનાને બલૂચ લડવૈયાઓના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. બલૂચ લડવૈયાઓએ આ અંગે સતત પોતાની વાત રાખી છે અને હવે તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો છે. બીજી બાજુ, પાકિસ્તાનની સેના અને સરકાર મૌખિક વચનોથી આગળ વધી શક્યા નથી. તેણે માર્યા ગયેલા બળવાખોરોના ફોટોગ્રાફ્સ બતાવ્યા નથી અને ન તો આવો કોઈ વીડિયો સામે આવ્યો છે. રો, બલૂચ વિદ્રોહીઓએ સામાન્ય મુસાફરોને મુક્ત કરવાનો એક વીડિયો પણ જાહેર કર્યો હતો.
Monitoring: Baloch Liberation Army media #Hakkal published video of the #JaffarExpress Hijack (Operation Darra-E-Bolan 2.0)#Balochistan pic.twitter.com/ClxM6VIOsy — Bahot | باہوٹ (@bahot_baluch) May 18, 2025
Monitoring: Baloch Liberation Army media #Hakkal published video of the #JaffarExpress Hijack (Operation Darra-E-Bolan 2.0)#Balochistan pic.twitter.com/ClxM6VIOsy
બલૂચ લિબરેશન આર્મીના લડવૈયાઓએ 440 મુસાફરોને લઈ જતી જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યું હતું. જો પાકિસ્તાનના દાવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, આ હુમલામાં 18 સુરક્ષા કર્મચારીઓ સહિત 26 બંધકોએ જીવ ગુમાવ્યા હતા. બીજા દિવસે, સેનાએ બધા 33 બળવાખોરોને મારી નાખ્યા અને 354 બંધકોને બચાવી લેવાનો દાવો કર્યો. જોકે, BLAનો દાવો છે કે તેણે 214 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હતા. જ્યારે અન્ય લોકોને છોડી દેવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp