કરોડની બેનામી સંપત્તિ, આટલા લાખ રોકડ, આટલું કિલો સોનું...!!, બાપ રે અધિકારી છે કે ધનકુબેર? ACB

કરોડની બેનામી સંપત્તિ, આટલા લાખ રોકડ, આટલું કિલો સોનું...!!, બાપ રે અધિકારી છે કે ધનકુબેર? ACBનો સકંજો

01/25/2024 National

SidhiKhabar

SidhiKhabar

કરોડની બેનામી સંપત્તિ, આટલા લાખ રોકડ, આટલું  કિલો સોનું...!!, બાપ રે અધિકારી છે કે ધનકુબેર? ACB

ACB Raid in Telangana :  તેલંગાણામાં એક સરકારી અધિકારીના ઘરે બુધવારે દરોડા પાડવા આવેલી એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)ની ટીમને ખજાનો મળ્યો હતો. સૂત્રોના અહેવાલ મુજબ એસીબીના અધિકારીઓએ તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઓથોરિટીના સચિવ અને મેટ્રો રેલ પ્લાનિંગના અધિકારી શિવ બાલકૃષ્ણ ના ઘરે દરોડા પાડતા 100 કરોડ રૂપિયાથી પણ વધુની બેનામી સંપત્તિ હોવાનું જાણવા મળ્યું છે. 

એસીબીની 14 ટીમોએ બુધવારે બાલકૃષ્ણ અને તેના સંબંધીઓ સાથે જોડાયેલા 20 થી વધુ સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે બાલકૃષ્ણ હાલમાં તેલંગાણા રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના સેક્રેટરી છે. આ પહેલા તેઓ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર રહી ચૂક્યા છે.


આજે પણ દરોડા ચાલુ રહેશે

આજે પણ દરોડા ચાલુ રહેશે

તેલંગાણામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે રાજ્ય સરકારના અધિકારી શિવ બાલકૃષ્ણના ઘરો અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે દિવસભર ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન ટીમ 100 કરોડ કરતા પણ વધુ રૂપિયાની બેનામી સંપત્તિ શોધી કાઢવામાં સફળ રહી હતી.

આ દરોડા આજે પણ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે એસીબીને શિવ બાલકૃષ્ણ વિરુદ્ધ લાંબા સમયથી ભ્રષ્ટાચારની ફરિયાદો મળી રહી હતી. એસીબીને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણએ કથિત રીતે ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓની પરમિટ મેળવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે.


શિવ બાલકૃષ્ણના પાસેથી શું શું મળ્યું ?

શિવ બાલકૃષ્ણના પાસેથી શું શું મળ્યું ?

એસીબીના અધિકારીઓને શિવ બાલકૃષ્ણની પાસેથી 40 લાખ રોકડ, બે કિલો સોનું, 60 મોંધી ઘડિયાલો, 10 લેપટોપ, 14 સ્માર્ટફોન અને બેનામી સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત ટીમને ઘરમાંથી નોટો ગણવાનું મશીન પણ મળ્યું હતું. હાલમાં તપાસ એજન્સી બાલકૃષ્ણના બેંક લોકર અને અન્ય બેનામી સંપત્તિની પણ તપાસ કરી રહી છે. શિવ બાલકૃષ્ણ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ પહેલા શિવ બાલકૃષ્ણ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)ના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.


4 લોકર ખોલવાના બાકી

ACBએ હાલમાં બાલકૃષ્ણને પકડી લીધો છે. તેમની સામે પદનો દુરુપયોગ અને અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો છે. આજે એજન્સી તેને કોર્ટમાં રજૂ કરશે. મળતી માહિતી મુજબ, બાલકૃષ્ણે હૈદરાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર પદ પર રહીને આ તમામ પ્રોપર્ટી બનાવી હતી. તેણે અનેક રિયલ એસ્ટેટ કંપનીઓને પરમિટની સુવિધા આપીને કરોડો રૂપિયાની કમાણી કરી હતી.

એસીબી પાસેથી મળેલી માહિતી મુજબ તેમની પાસેથી 4 બેંકોના લોકર મળી આવ્યા છે, જે પણ ખોલવામાં આવશે. આવી સ્થિતિમાં બાલકૃષ્ણ પાસેથી વધુ સંપત્તિ અને પૈસા મળવાની આશા છે. જો કે તેના ઘરની તલાશી પુરી કરવામાં આવી છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top