ભારતમાં મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ! સુરક્ષા એજન્સીઓએ ઝડપી પડ્યા એક સાથે આટલા આતંકીઓને!? જાણો

ભારતમાં મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ! સુરક્ષા એજન્સીઓએ ઝડપી પડ્યા એક સાથે આટલા આતંકીઓને!? જાણો

09/11/2025 National

SidhiKhabar

SidhiKhabar

ભારતમાં મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ! સુરક્ષા એજન્સીઓએ ઝડપી પડ્યા એક સાથે આટલા આતંકીઓને!? જાણો

દેશની રાજધાની દિલ્હી ખાતે કેન્દ્રીય એજન્સીઓ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા મોટા આંતકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દિલ્હી, મુંબઈ અને રાંચીમાં દરોડા દરમિયાન 5 ISISના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બોમ્બ વડે ભયાનક હુમલો કરવાની તૈયારી કરનાર ISISથી પ્રેરિત આતંકી મોડ્યુલને પહેલા જ પકડી પાડવામાં આવ્યું છે. આ સફળ કાર્યવાહી ભારતની આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.


વિસ્ફોટક સામગ્રીઓ અને હથિયારો સાથે ધરપકડ

વિસ્ફોટક સામગ્રીઓ અને હથિયારો સાથે ધરપકડ

દિલ્હીમાંથી ધરપકડ કરાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની ઓળખ આફતાબ અને સુફિયાન તરીકે થઈ હતી. તપાસ દરમિયાન બંને પાસે હથિયારો અને IED (ઇમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) બનાવવાની સામગ્રી મળતા સંભવિત હુમલાની ઘાતકી યોજના બહાર આવી હતી. તેમજ ઝારખંડના રાંચી શહેરથી અશર દાનિશ નામના તૃતીય આતંકીને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ સમયે તેના નિવાસસ્થાનમાંથી રાસાયણિક IED બનાવવાની સામગ્રીઓ અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે આતંકવાદીઓનું મોડ્યુલ મોટા આતંકવાદી હુમલાના કાવતરામાં સામેલ હતું. હાલમાં એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે.

દરોડામાં, અશર દાનિશ પાસેથી હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, સલ્ફર પાવડર અને અન્ય વિસ્ફોટક સામગ્રી, એક પિસ્તોલ, ડિજિટલ સાધનો અને દિલ્હીના કેટલાક વિસ્તારોના નકશા જપ્ત કરવામાં આવ્યા હતા. સુફિયાન અને આફતાબના ઠેકાણાઓમાંથી શસ્ત્રો અને IED બનાવવાની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ માને છે કે આ મોડ્યુલ તહેવારોની મોસમ દરમિયાન દિલ્હી-NCRમાં મોટા પાયે વિનાશ કરવાની યોજના બનાવી રહ્યું હતું.


સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા

સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા

આ ઓપરેશન હેઠળ, દિલ્હી, ઝારખંડ, મુંબઈ અને અન્ય રાજ્યોમાં 12 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓ વિદેશી આતંકવાદી સંગઠનો, ખાસ કરીને પાકિસ્તાની આતંકવાદી મોડ્યુલ અને ISI સાથેના તેમના સંબંધોની તપાસ કરી રહી છે. અશર દાનિશ આ નેટવર્કનો માસ્ટરમાઇન્ડ હોવાનું માનવામાં આવે છે અને પૂછપરછ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ સંકેતો મળવાની અપેક્ષા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top