રાજ કુન્દ્રા કેસમાં મોટો ખુલાસો : પોર્નોગ્રાફી માટે બનાવવામાં આવ્યું હતું વોટ્સએપ ગૃપ

રાજ કુન્દ્રા કેસમાં મોટો ખુલાસો : પોર્નોગ્રાફી માટે બનાવવામાં આવ્યું હતું વોટ્સએપ ગૃપ

07/20/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

રાજ કુન્દ્રા કેસમાં મોટો ખુલાસો : પોર્નોગ્રાફી માટે બનાવવામાં આવ્યું હતું વોટ્સએપ ગૃપ

મુંબઈ: પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને પબ્લિશ કરવા મામલે ગિરફ્તાર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને (Raj Kundra) લઈને હવે અનેક મોટા ખુલાસા થઇ રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજ કુન્દ્રા એક એવા વોટ્સએપ ગૃપનો (Whatsapp Group) ભાગ હતો જેમાં પોર્ન ફિલ્મ સબંધિત આખા બિઝનેસની ચર્ચા થતી હતી.

આ વોટ્સએપ ગૃપનું નામ ‘H’ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં રાજ કુન્દ્રા ઉપરાંત અન્ય પાંચ લોકો સામેલ હતા. આ તમામ લોકો પણ રાજ સાથે પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવામાં સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે. મીડિયાના સૂત્રો અનુસાર આ વોટ્સએપ ગૃપનો એડમિન રાજ કુન્દ્રા છે.

જે વોટ્સએપ ચેટ સામે આવી છે, જેમાં રાજ કુન્દ્રા આ બિઝનેસના માર્કેટિંગ, સેલ્સ અને મોડેલ્સના પેમેન્ટને લઈને ચર્ચા કરે છે. સાથે કય પ્રકારના રેવન્યૂ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, મોડેલને કઈ રીતે પેમેન્ટ કરવામાં આવે અને કઈ રીતે બિઝનેસના રેવન્યૂને વધારવામાં આવે વગેરે જેવી ચર્ચાઓ ઉપલબ્ધ છે.

ગઈકાલે રાત્રે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી

ગઈકાલે રાત્રે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા રાજ કુન્દ્રાની ધરપકડ કરી લેવામાં આવી હતી. મુંબઈના માલવાની પોલીસ મથકે ગત ૪ ફેબ્રુઆરીના રોજ ઇન્ડીયન પેનલ કોડ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને મહિલાઓના અશ્લીલ પ્રતિનિધિત્વ (નિષેધ) એક્ટ વગેરે હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું કે, અમારી પાસે આ કેસમાં પર્યાપ્ત સબૂતો છે. તપાસ હાલ ચાલી રહી છે.’

મુંબઈના પોલિસ કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું કે, ‘મુંબઈ ક્રાઈમ બ્રાંચ (Mumbai Police Crime Branch) સમક્ષ ફેબ્રુઆરી 2021 માં પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને શૂટ કરવા અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અમે ૧૯ જુલાઈએ રાજ કુન્દ્રાને આ કેસમાં મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે. અમારી પાસે આ અંગે પૂરતા પુરાવા ઉપલબ્ધ છે.’

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે પોર્ન ફિલ્મ પ્રોડક્શનના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં કંપની યુવતીઓને બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન આપવાની લાલચ આપીને તેમના પોર્નોફ્રાફિક વિડીયો શૂટ કરીને પોર્ન સાઈટ અને મોબાઈલ એપ્લીકેશન ઉપર અપલોડ કરવામાં આવતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે, જેમાં બે પુરુષો જેઓ એક્ટર તરીકે કામ કરતા હતા જ્યારે એક વ્યક્તિ લાઈટ મેન તરીકે અને અન્ય બે પકડાયેલી મહિલાઓ ફોટોગ્રાફર અને ગ્રાફિક ડિઝાઈનરનું કામ કરતી હતી.

આ અંગે મીડિયામાં પ્રકાશિત અહેવાલો જણાવે છે કે, શહેરમાં આવી ઘણી પ્રોડક્શન કંપનીઓ છે જેઓ બોલિવુડમાં કામ કરવાની આશાએ મુંબઈ આવતી યુવતીઓને શિકાર બનાવે છે અને તેમને મોટા બજેટવાળી બોલિવુડ ફિલ્મોમાં સ્થાન આપવાની લાલચ આપીને આવી પોર્ન ફિલ્મોમાં કામ કરાવવામાં આવે છે. આવા પોર્નોગ્રાફિક વિડીયો શૂટ કરવા માટે મુંબઈમાં બંગલાઓ પણ ભાડે મળે છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top