MPમાં BJPની બમ્પર જીત..’તો રાજસ્થાનમાં ખરાબ પ્રદર્શન..! જાણો આ અંગે શું બોલ્યા પ્રશાંત કિશોર?

MPમાં BJPની બમ્પર જીત..’તો રાજસ્થાનમાં ખરાબ પ્રદર્શન..! જાણો આ અંગે શું બોલ્યા પ્રશાંત કિશોર?

06/08/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

MPમાં BJPની બમ્પર જીત..’તો રાજસ્થાનમાં ખરાબ પ્રદર્શન..! જાણો આ અંગે શું બોલ્યા પ્રશાંત કિશોર?

Prashant kishor :  લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. પરિણામ આવ્યા બાદથી જ અલગ-અલગ રાજ્યોમાં NDA અને I.N.D.I.A. ગઠબંધનના પ્રદર્શન અંગે ચર્ચા ચાલી રહી છે. હવે આ વચ્ચે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની બમ્પર જીત અને રાજસ્થાનમાં ખરાબ પ્રદર્શન અંગે વાત કરી છે. પ્રશાંત કિશોરે મધ્યપ્રદેશમાં ભાજપની બમ્પર જીત પર કહ્યું કે, મધ્યપ્રદેશના ભાજપ તથા સંઘના સ્ટ્રક્ચર અને અન્ય રાજ્યો સ્ટ્રક્ચરમાં તફાવત છે.


ભાજપમાં મિસ મેનેજમેન્ટ થયું -પ્રશાંત કિશોર

ભાજપમાં મિસ મેનેજમેન્ટ થયું -પ્રશાંત કિશોર

બીજા રાજ્યોમાં ભાજપ માત્ર મોદીના નામ પર જીતી રહી હતી, જ્યારે મધ્યપ્રદેશમાં મોદીના નામની સાથે-સાથે ભાજપનું વિશાળ સ્ટ્રક્ચર પણ છે. જો તમે જોશો તો પાડોસી રાજ્ય રાજસ્થાનમાં ભાજપને નુકસાન થયું પરંતુ મધ્ય પ્રદેશમાં નહીં.પ્રશાંત કિશોરે રાજસ્થાનમાં ભાજપના ખરાબ પ્રદર્શન પર કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસનું સારું પ્રદર્શન એ દર્શાવે છે કે વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપમાં મિસ મેનેજમેન્ટ થયું. રાજસ્થાનમાં જ્યાં સુધી મને સમજાય છે કે, વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપે પાવરનું જે ડિસ્ટ્રીબ્યૂશન કર્યું છે તે માત્ર મુખ્યમંત્રીની વાત નથી.

તેમણે આગળ કહ્યું કે, ચૂંટણીમાં ભાજપને સમર્થન આપનાર દરેક સમુદાય એવું અનુભવી રહ્યા છે કે મને તો કશું મળ્યું જ નથી. પછી ભલે તે ગુર્જર સમુદાયના લોકો હોય, મીણા હોય, રાજપૂત હોય કે આદિવાસીઓ હોય. બધાએ એવું જ અનુભવ્યું છે કે, અમને કંઈ પણ નથી મળ્યું. રાજસ્થાન એક કેસ સ્ટડી છે.


મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં શું રહ્યા ચૂંટણી પરિણામ?

મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં શું રહ્યા ચૂંટણી પરિણામ?

દેશની આઝાદી બાદ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશની તમામ 29 લોકસભા બેઠકો પર પોતાની જીત નોંધાવી છે. આ વખતે કોંગ્રેસ અને કમલનાથના ગઢ ગણાતા છિંદવાડામાં પણ ભાજપે બમ્પર જીત નોંધાવી છે. બીજી તરફ ગત લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં તમામ 25 લોકસભા બેઠકો જીતનાર ભાજપની બેઠકો આ ચૂંટણીમાં ઘટીને 14 થઈ ગઈ છે. એટલે કે, પાર્ટીને 11 બેઠકોનું મોટું નુકસાન થયું છે. કોંગ્રેસે 8 બેઠકો પર જીત મેળવી છે. બીજી તરફ એક બેઠક પર CPM, એક બેઠક પર RLP અને એક બેઠક પર ભારત આદિવાસી પાર્ટીએ જીત હાંસલ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top