એક વર્ષમાં ભાજપનું દાન 200 ટકાથી વધુ વધ્યું, જાણો અન્ય રાજકીય પક્ષોની શું હાલત રહી
ADR Report: ગયા વર્ષે ભારતીય જનતા પાર્ટી (BJP)ને મળેલા દાનની રકમમાં મોટો વધારો થયો હતો. આ નાણાકીય વર્ષમાં ભાજપને 2243 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, જે 2022-23ની સરખામણીમાં 1524 કરોડ રૂપિયા વધુ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના અહેવાલ મુજબ, રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને 20,000 રૂપિયાથી વધુના દાનની વિગતો આપી છે. આ હિસાબે સમગ્ર નાણાકીય વર્ષમાં રાજકીય પક્ષોને 2544.278 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી છે.
ભાજપને મળનારું દાન નાણાકીય વર્ષ 2022-23માં 719.858 કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 2,243.94 કરોડ થઇ ગયું છે, જે 211.72 ટકાનો વધારો દર્શાવે છે. ADRના અહેવાલમાં જણાવાયું છે કે, એજ રીતે, કોંગ્રેસને મળનારું દાન નાણાકીય વર્ષ 2022-23માં 79.924 કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 281.48 કરોડ રૂપિયા થઇ ગયું છે, જે 252.18 ટકાનો વધારો દર્શાવે છે.
રાષ્ટ્રીય પક્ષોને મળેલા કુલ ઘોષિત દાનની કુલ રકમ 2,544.28 કરોડ રૂપિયા છે, જે 12,547 દાતાઓ પાસેથી પ્રાપ્ત થઈ છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ 199 ટકા વધુ છે. એકલા ભાજપે જાહેર કરેલા દાનનો કુલ હિસ્સો 88 ટકા છે. તો, 1994 લોકો પાસેથી મળેલા 281.48 કરોડ રૂપિયાના દાન સાથે કોંગ્રેસ બીજા ક્રમે છે, જે ભાજપ કરતા ખૂબ ઓછું છે. ADRના રિપોર્ટ અનુસાર, 2023-24માં આમ આદમી પાર્ટી (AAP) અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPEP)ના દાનમાં મોટો ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર, પાછલા નાણાકીય વર્ષ 2022-23ની તુલનામાં, 2023-24માં AAPને મળેલા દાનમાં 70.18 ટકા એટલે કે 26.038 કરોડ રૂપિયાની કમી આવી છે અને આમ આદમી પાર્ટીને માત્ર 11 કરોડ રૂપિયાનું જ દાન મળ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp