Glamour : આ મોડલે ફાંસી લગાવી કરી આત્મહત્યા; હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી લાશ, સુસાઈડ નોટમ

Glamour : આ મોડલે ફાંસી લગાવી કરી આત્મહત્યા; હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી લાશ, સુસાઈડ નોટમાં લખ્યું- 'માફ કરજો પરંતુ મને...'

09/30/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

Glamour : આ મોડલે ફાંસી લગાવી કરી આત્મહત્યા; હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી લાશ, સુસાઈડ નોટમ

ગ્લેમર ડેસ્ક : ગ્લેમરની દુનિયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈના વર્સોવામાં 30 વર્ષીય મોડલે આત્મહત્યા કરી લીધી છે. મોડલ હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. મૃતકની ઓળખ આકાંક્ષા મોહન તરીકે થઈ છે. બુધવારે સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને શંકા છે કે તે ડિપ્રેશનમાં હતી. તેણે પોતાની સુસાઈડ નોટમાં જણાવ્યું કે તે ખુશ નથી અને શાંતિ ઈચ્છે છે.


વેઈટરે અવાજ કર્યો તો દરવાજો ન ખૂલ્યો

વેઈટરે અવાજ કર્યો તો દરવાજો ન ખૂલ્યો

શુક્રવારે વર્સોવા પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હોટલના મેનેજરે પોલીસને કહ્યું કે સ્ટાફ રૂમનો દરવાજો ખટખટાવ્યા છતાં અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો તે પછી આ ઘટના પ્રકાશમાં આવી. શહેરના લોખંડવાલા વિસ્તારમાં આવેલી યમુનાનગર સોસાયટીમાં રહેતી મૉડેલે બુધવારે બપોરે લગભગ 1 વાગ્યે હોટલમાં ચેક ઇન કર્યું અને પોતાને અંદરથી બંધ કરી લીધી. મોડલે ડિનરનો ઓર્ડર પણ આપ્યો હતો. સવારે વેઈટરે ફોન કર્યો તો અંદરથી દરવાજો ન ખૂલ્યો. ત્યારબાદ વેઈટરે હોટલના મેનેજરને આ અંગે જાણ કરી હતી. મેનેજરે પોલીસને બોલાવી અને રૂમની માસ્ટર ચાવી આપી.


સુસાઈડ નોટમાં લખેલ હું ખુશ નથી

સુસાઈડ નોટમાં લખેલ હું ખુશ નથી

જ્યારે પોલીસે રૂમનો દરવાજો ખોલ્યો તો જોયું કે મહિલાની લાશ સીલિંગ ફેન સાથે લટકતી હતી. ઘટનાસ્થળેથી મળી આવેલી સુસાઈડ નોટમાં લખ્યું હતું - 'માફ કરજો. આ માટે કોઈ જવાબદાર નથી. હું ખુશ નથી હું માત્ર શાંતિ ઈચ્છું છું.' આ મામલામાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો અહેવાલ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top