બોલિવુડ અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદમાં ધરપકડ, સોસાયટીમાં ઝઘડો કરીને ધમકી આપવાનો આરોપ

બોલિવુડ અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદમાં ધરપકડ, સોસાયટીમાં ઝઘડો કરીને ધમકી આપવાનો આરોપ

06/25/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

બોલિવુડ અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદમાં ધરપકડ, સોસાયટીમાં ઝઘડો કરીને ધમકી આપવાનો આરોપ

અમદાવાદ : બોલિવુડની કેટલીક ફિલ્મોમાં દેખાયેલી અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. પાયલ ઉપર સેટેલાઈટ સ્થિત સોસાયટીના ચેરમેન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ગાળ આપવાનો અને સોસાયટીના સભ્યો સાથે ઝઘડો કરીને ધમકીઓ આપવાનો આરોપ છે. પાયલ ઉપર ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ છે. અગાઉ પણ તેની એક અન્ય કેસમાં ધરપકડ થઈ ચૂકી છે.

અમદાવાદની સેટેલાઈટ પોલીસે પાયલને ગિરફ્તાર કરી છે. મળેલી જાણકારી મુજબ, 20 જૂને પાયલની સોસાયટીની એન્યુઅલ જનરલ મિટિંગ હતી. આ મિટિંગમાં પાયલ સભ્ય ન હોવા છતાં હાજર હતી. તેને મિટિંગમાં બોલવાનો મોકો ન મળતાં તે ગાળો આપવા માંડી હતી. બાદમાં તેણે સોશિયલ મીડિયા ઉપર પણ સોસાયટીના ચેરમેનને ગાળો આપી હોવાનો આરોપ છે. ત્યાર બાદ વિવાદ થતાં પાયલે પોસ્ટને ડીલીટ કરી દીધી હતી. અગાઉ સોસાયટીમાં બાળકોને રમવાના વિષયને લઈને પણ પાયલ અનેક વખત ઝઘડા કરી ચૂકી છે.

આના પહેલાં પણ પાયલને રાજસ્થાનની બુંદી પોલીસે ગિરફ્તાર કરી હતી. તેણે 2019માં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં પૂર્વ સ્વતંત્રતા સેનાની મોતીલાલ નહેરુ, પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી વિશે આપત્તિજનક ટીપ્પણી કરવામાં આવી હતી. આ વિડીયોને લઈને પાયલ વિરુદ્ધ કોંગ્રેસ નેતા ચર્મેશ શર્માએ ફરિયાદ નોંધાવી હતી. જોકે પાયલને રાજસ્થાનની એક કોર્ટે જામીન આપ્યા હતા.

પાયલ હંમેશા તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. અગાઉ તેણે સોશિયલ મીડિયા ઉપર સતી પ્રથાની તરફદારીની, મલાલા યુસુફઝઈને અપશબ્દ કહેવાની, શિવાજી મહારાજની જાતિ ઉપર સવાલ ઉઠાવવા અને કલમ 370 અંગે વિવાદાસ્પદ નિવેદનો કરવા બદલ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. ફિલ્મો દ્વારા તે ખાસ જાણીતી બની શકી નથી. તેણે રેફ્યુજી, રક્ત, 36 ચાઈના ટાઉન, ઢોલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top