શાળાના બાળકો પર ચઢ્યું આશિકીનું ભૂત, છોકરાએ રોડ વચ્ચે જ છોકરીનો ભરી નાખ્યો સેંથો, જુઓ વીડિયો

શાળાના બાળકો પર ચઢ્યું આશિકીનું ભૂત, છોકરાએ રોડ વચ્ચે જ છોકરીનો ભરી નાખ્યો સેંથો, જુઓ વીડિયો

06/10/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

શાળાના બાળકો પર ચઢ્યું આશિકીનું ભૂત, છોકરાએ રોડ વચ્ચે જ છોકરીનો ભરી નાખ્યો સેંથો, જુઓ વીડિયો

આજકાલ બાળકો ક્યારે મોટા થઈ જાય છે, ખબર જ પડતી નથી. હાલમાં જ સ્કૂલી બાળકોને એવો શોખ ચઢ્યો કે તેમણે પરસ્પર લગ્ન કરી લીધા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નાદાનીમાં બાળકોએ શું કરી દીધું, એ વાતનો તેમને અંદાજો નથી. વીડિયોમાં એક છોકરો એક સ્કૂલી છોકરીના સેંથો ભરતો નજરે પડી રહ્યો છે. તેની આ હરકતને છુપાવવા માટે છોકરીઓની સખીઓ આસપાસ ઊભી છે, પરંતુ કોઈએ પોતાની બારીમાંથી આ બાળકોનો વીડિયો પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. જો કે, અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી. સોશિયલ મીડિયા પર આજકાલ ઘણા વીડિયો સ્ક્રિપ્ટેડ હોય છે.


છોકરાએ છોકરીના સેંથામાં ભર્યું સિંદુર:

છોકરાએ છોકરીના સેંથામાં ભર્યું સિંદુર:

વીડિયોમાં દેખાઈ રહેલી છોકરી લગભગ 16-17 વર્ષની લાગી રહી છે અને તે પોતાની સખીઓ સાથે એક ગલીમાં ગઈ છે. જ્યાં તેનો પ્રેમી પણ આવ્યો છે. ગલીમાં ઊભો પ્રેમી છોકરીના સેંથામાં સિંદુર ભરી દે છે. ત્યારબાદ એ છોકરીના સેંથામાં આખી સિંદૂરની ડબ્બી ઢોળી દે છે. એ જોઈને છોકરીઓની સખીઓ માગમાં લાગેલા સિંદૂરને છુપાવવા માટે પોતાનું દિમાગ લાગવે છે અને છોકરીના માથા પર હોળીના રંગના પેકેટ ઢોળી દે છે. જેથી સિંદુર અલગથી ન દેખાય.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ:

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ:

વીડિયોને ટ્વીટર અકાઉન્ટ @NikhilGupta1104 પરથી પોસ્ટ કરવામાં આવી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે લગ્ન સંપન્ન થયા. જ્યારે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકો આ શાળાના બાળકોનું મજાક ઉડાવવા લાગ્યા. વીડિયોને 5 લાખ કરતા વધુ લોકોએ જોયો અને અઢી હજારથી વધુ લોકોએ લાઇક કર્યો છે. જ્યારે ઘણા યુઝર્સે કમેન્ટ કરતા આ છોકરા-છોકરીનો મજાક ઉડાવ્યું. એક યુઝરે લખ્યું કે, આ નિબ્બા નિબ્બી એવી જ હરકતો કરે છે. બીજા યુઝરે લખ્યું કે, તેમના પરિવારજનોએ જો આ વીડિયો જોઈ લીધો તો તેમની ખેર નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top