અવકાશમાંથી સુનિતા અને બૂચની પ્રેસ કોન્ફરન્સ, જાણો ધરતી પર પરત ફરવામાં વિલંબ થવા પર શું કહ્યું?
સુનિતા વિલિયમ્સને અવકાશમાં ફસાયાના ઘણા મહિનાઓ થઇ ગયા છે અને હવે તેઓ આવતા વર્ષે પૃથ્વી પર પરત ફરશે. દરમિયાન, તેમણે પોતાના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે પહેલી વખત પત્રકાર પરિષદ યોજી હતી. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે ઘણા સવાલોના જવાબ આપ્યા અને પોતાના દિલની વાત પણ કરી હતી.
સુનીતાએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, હું અહીં ફસાઇ અને ભ્રમણકક્ષામાં ઘણા મહિનાઓ વિતાવવા મુશ્કેલ તો હતા, પરંતુ મને અવકાશમાં રહેવું ગમે છે. હું મારી માતા સાથે કિંમતી સમય પસાર કરવા માંગતી હતી, પરંતુ એક જ મિશન પર 2 અલગ-અલગ યાનમાં રહીને સારું લાગે છે. અમે ટેસ્ટર છીએ અને આ અમારું કામ છે. સુનિતા વિલિયમ્સે વધુમાં કહ્યું કે અમે સ્ટારલાઇનરને પૂર્ણ કરવા ઇચ્છતા હતા, પરંતુ તમારે પેજ બદલવા જ પડશે અને આગળના અવસર શોધવા પડશે. તેમને અપેક્ષા નહોતી કે, એક વર્ષ સુધી અવકાશમાં રહેશે, પરંતુ તેમને ખબર હતી કે તેમને પરત ફરવામાં વિલંબ થઇ શકે છે. તેણે કહ્યું કે આ વ્યવસાયમાં એવું થતું રહે છે.
LIVE: From the @Space_Station, astronauts Butch Wilmore and Suni Williams discuss their ongoing mission and answer questions from the media: https://t.co/ytifGf22Gn — NASA (@NASA) September 13, 2024
LIVE: From the @Space_Station, astronauts Butch Wilmore and Suni Williams discuss their ongoing mission and answer questions from the media: https://t.co/ytifGf22Gn
સુનિતાના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોરે જણાવ્યું હતું કે તેમને દુઃખ છે કે તેઓ પોતાની નાની પુત્રીના હાઇસ્કૂલના અંતિમ વર્ષ માટે ત્યાં હાજર નહીં હોય. આ સાથે તેણે એ લોકોનો આભાર માન્યો, જેમણે શુભકામનાએ મોકલી હતી. તમને જણાવી દઇએ કે બંને હવે નાસાના સ્પેસ સ્ટેશન પર મેઇન્ટેનન્સ અને નવા પ્રયોગો પર કામ કરી રહ્યા છે. બંને અવકાશયાત્રીઓએ તેની સાથે જ નાગરિક ફરજો પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે તેઓ આ નવેમ્બરમાં યોજાનારી અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતદાન કરવા માગે છે. તેમણે અનુપસ્થિત મતપત્રનો પણ અનુરોધ કર્યો, જેથી તેઓ ભ્રમણકક્ષામાંથી મતદાન કરી શકે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp