દીદીને પસંદ ન આવી ભારતીય ટીમની પ્રેક્ટિસ જર્સી, લગાવી દીધો આ આરોપ

દીદીને પસંદ ન આવી ભારતીય ટીમની પ્રેક્ટિસ જર્સી, લગાવી દીધો આ આરોપ

11/18/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

દીદીને પસંદ ન આવી ભારતીય ટીમની પ્રેક્ટિસ જર્સી, લગાવી દીધો આ આરોપ

ભારતીય ક્રિકેટ ટીમની પ્રેક્ટિસ જર્સીના રંગમાં બદલાવ મમતા બેનર્જીને પસંદ ન આવ્યો. તેમણે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર દેશની સૌથી લોકપ્રિય રમતનું ભગવાકરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે તેને લઈને પોતાની અસહમતિ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘તેઓ આખા દેશને ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણને પોતાના ભારતીય ખેલાડીઓ પર ગર્વ છે અને મને વિશ્વાસ છે કે તેઓ વર્લ્ડ કપમાં વિજેતા હશે, પરંતુ ત્યાં પણ ભગવા રંગને લઈને આવ્યા અને આપણાં છોકરા હવે ભગવા રંગની જર્સીમાં પ્રેક્ટિસ કરે છે. મેટ્રો સ્ટેશનોને ભગવા રંગથી રંગી દેવામાં આવ્યા છે. એ અસ્વીકાર્ય છે.’


માયાવતી પર પણ કર્યો કટાક્ષ:

માયાવતી પર પણ કર્યો કટાક્ષ:

મધ્ય કોલકાતાના પોસ્તા બજારમાં જગદ્વાત્રી પૂજાની શરૂઆતના અવસર પર દીદીએ આરોપ લગાવ્યો કે, ભાજપે ન માત્ર ક્રિકેટ ટીમની જર્સીમાં, પરંતુ મેટ્રો સ્ટેશનનોની પેઇન્ટિંગમાં પણ ભગવા રંગને જોડી દીધો છે. આ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પર પણ કટાક્ષ કર્યો, જેમણે પોતાની મૂર્તિ લગાવી. તમે વસ્તુઓનું નામ ગુજરાત, ઉત્તર પ્રદેશ કે દક્ષિણ ભારતના દિવંગત રાજનીતિક નેતાઓના નામ પર રાખી શકો છો. મને તેનાથી કોઈ સમસ્યા નથી, પરંતુ આ શૉ અંતે શા માટે? એવામાં શૉ ક્યારેક ક્યારેક ફાયદો આપે છે, પરંતુ હંમેશાં નહીં. ખુરશી આવે છે અને જતી રહે છે, પરંતુ લોકોના દિલોમાં રહેવું જોઈએ.’


ભાજપની તીખી પ્રતિક્રિયા:

ભાજપની તીખી પ્રતિક્રિયા:

ભાજપ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, રાષ્ટ્ર દેશની જનતાનું છે, ન માત્ર એક પાર્ટીની જનતાનું. તેમની ટિપ્પણી પર હવે ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપ નેતા રાહુલ સિંહાએ કહ્યું કે, ‘થોડા દિવસ બાદ તેઓ સવાલ કરી શકે છે આપણાં રાષ્ટ્રીય ધ્વજમાં ભગવો રંગ કેમ છે. અમે એવા નિવેદનો પર પ્રતિક્રિયા આપવાનું પણ ઉચિત સમજતા નથી.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top