તમારું બાળક બીમાર હોય તો અમે શું કરીએ? કંપનીની લીવ પોલિસી પર હોબાળો, નોટિસ વાંચીને ગુસ્સે થયા લોકો
નોકરિયાત લોકોને ઘણીવાર કોઇક ને કોઇક કારણોસર રજાઓની જરૂર પડે છે. ઘણી વખત જ્યારે નાના બાળકો બીમાર પડે છે ત્યારે તેમની સંભાળ રાખવા માટે માતા-પિતાએ રજા લેવી પડે છે. પરંતુ હાલમાં જ એક કંપનીએ એક એવું ફરમાન સંભળાવ્યું છે, જે વાલીઓ માટે પડકારજનક બની શકે છે. કંપનીની કથિત નોટિસનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે મુજબ હવે બાળકની બીમારીના બહાને કોઈ રજા લઈ શકશે નહીં. નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે અમે તમને નોકરીએ રાખ્યા છે, તમારા બાળકોને નહીં.
આવા નિર્ણયોના પરિણામે કર્મચારીઓને તણાવનો સામનો કરવો પડી શકે છે કારણ કે તેમને કામ અને પરિવાર વચ્ચે સંતુલન બનાવવામાં મુશ્કેલી પડે છે. ઘણા દેશોમાં, કંપનીઓએ આવા કિસ્સાઓમાં તેમના કર્મચારીઓને વિશેષ રજાની સુવિધા આપવી પડે છે, જેથી તેઓ તેમના પરિવારની જરૂરિયાતો પણ પૂરી કરી શકે. Reddit પર શેર કરવામાં આવેલી કંપનીની આ કથિત નોટિસ આશ્ચર્યજનક છે. તેને લઇને ઓનલાઈન દલીલો ચાલી રહી છે. કંપનીએ નોટિસમાં લખ્યું છે કે બાળક બીમાર હોવાનું કહીને કામ પરથી રજા લેવાનું બહાનું હવે નહીં ચાલે. તેના માટે તમારે લેખિતમાં જવાબ આપવો પડશે.
નોટિસમાં આગળ લખવામાં આવ્યું છે કે, અમે તમારા બાળકોને નોકરી પર રાખ્યા નથી, એટલે તેમની બીમારી તમારા માટે કામ પરથી રજા લેવાનું બહાનું નહીં હોય. નોટિસની તસવીર વાયરલ થતાં જ ટ્વીટર પર લોકોની કમેન્ટ્સનું પૂર આવ્યું હતું. એક યુઝરે ટિપ્પણી કરી કે, નોટિસ દ્વારા એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે તમારે જલદીમાંથી જલદી રાજીનામું આપી દેવું જોઈએ. તો અન્ય યુઝર કહે છે કે, એમ તો પછી કોઈ નહીં બચે. અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, તો પછી એવા લોકોને નોકરીએ રાખો કે જેમની પાછળ કોઈ ન હોય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp