‘શાળાએ જવાનું મન નહોતું’, 14 વર્ષીય છોકરાએ છુટ્ટી મેળવવા મોકલી હતી બોમ્બની ધમકી

‘શાળાએ જવાનું મન નહોતું’, 14 વર્ષીય છોકરાએ છુટ્ટી મેળવવા મોકલી હતી બોમ્બની ધમકી

08/03/2024 National

SidhiKhabar

SidhiKhabar

‘શાળાએ જવાનું મન નહોતું’, 14 વર્ષીય છોકરાએ છુટ્ટી મેળવવા મોકલી હતી બોમ્બની ધમકી

અત્યારે વરસાદી સિઝન ચાલી રહી છે, વરસાદના કારણે શાળાઓ બંધ રાખવા અને બાળકો શાળાએ ન જઇ શકવાના સમાચાર આવે છે. પરંતુ આપણે જાણીએ જ છીએ કે ક્યારેક ક્યારેક બાળકો શાળાએ ન જવા માટે જાત જાતના બહાના કાઢે છે, ક્યારેક કોઈ બીમાર હોવાની વાત કરે છે તો ક્યારેય કોઈ કી થવાનું બહેનું બનાવે છે. પરંતુ શાળાએ ન જવું પડે તે માટે એક છોકરાએ બોમ્બની ધમકીવાળી Email શાળાને મોકલી આપી. ચાલો જાણીએ ક્યાંનો છે આ બનાવ.


ધમકી આપનાર આરોપી માત્ર 14 વર્ષનો

ધમકી આપનાર આરોપી માત્ર 14 વર્ષનો

દક્ષિણ દિલ્હીની એક ખાનગી શાળામાં બોમ્બની ધમકી ભરેલો મેલ મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હી પોલીસ સક્રિય થઈ ગઈ હતી. તપાસમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે. ધમકી આપનાર આરોપીને પકડી લેવામાં આવ્યો છે, જે માત્ર 14 વર્ષનો છે.  આરોપી છોકરાને કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે શાળામાં જવા માગતો નહોતો, તેથી રજા મેળવવા માટે તેણે એવું કામ કર્યું. એટલું જ નહીં, અસત્યને સત્ય બનાવવા માટે તેણે પોતાની શાળા સિવાય એક બે અન્ય શાળાના નામ પણ જોડી દીધા હતા. હવે પોલીસ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top