Video: ભારત બાંગ્લાદેશની બોર્ડર પર BSF અને BGB વચ્ચે ઘર્ષણ, ગ્રામજનોએ લગાવ્યા વંદેમાતરમ અને ભારત માતા કી જયના નારા
BSF vs BGB Conflict: બાંગ્લાદેશમાં ઑગસ્ટથી ઉથલ-પાથલ મચી છે. જ્યારથી શેખ હસીના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને ભારત આવ્યા છે, ત્યારથી ત્યાં સ્થિતિ સતત કથળી રહી છે. ત્યાના હિન્દુઓની સ્થિતિ દયનીય બની છે. મંદિરો પર તોડ-ફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે. તો બાંગ્લાદેશ દ્વારા ભારત માટે ઝેર પણ ઓકવામાં આવી રહ્યું છે. આ વખતે ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર BSF-BGB વચ્ચે ઘર્ષણ થવાના સમાચાર મળી રહ્યા છે. બંગાળી હિન્દુઓ ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ બાંધવામાં BSFની મદદ કરી રહ્યા છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
પશ્ચિમ બંગાળના માલ્દાથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. સુખદેવપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવેલી સીમા પર BSF અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ્સ એટલે કે BGB વચ્ચે તીખી બહેસ થઇ ગઈ હતી. BSFના જવાન ભારતીય ક્ષેત્રમાં ફેન્સિંગ લગાવી રહ્યા હતા, જેના પર બાંગ્લાદેશી જવાનોએ આપત્તિ દર્શાવી હતી. ત્યારબાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર પહોચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp