ઉત્તર-દક્ષિણ ભારતમાં કાપડની માંગમાં ઘટાડો થતાં સુરતના ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટરોની ચિંતામાં વધાર

ઉત્તર-દક્ષિણ ભારતમાં કાપડની માંગમાં ઘટાડો થતાં સુરતના ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટરોની ચિંતામાં વધારો

07/19/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઉત્તર-દક્ષિણ ભારતમાં કાપડની માંગમાં ઘટાડો થતાં સુરતના ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટરોની ચિંતામાં વધાર

સુરત: વિશ્વમાં ત્રીજી લહેરની શરૂઆત થતાં ફરી દેશો પાયમાલી તરફ ધકેલાય રહ્યા છે, ત્યારે હવે કોરોનાની (Corona) અસરના પગલે ઉત્તર અને દક્ષિણના રાજ્યોમાં કાપડની ડિમાન્ડ ઓછી રહેતા ટ્રાન્સપોર્ટેશનના (transportation) ધંધાને પણ માઠી અસર થઇ છે. એક તરફ ડીઝલના ભાવો વધી રહ્યા છે તો બીજી તરફ ટ્રાન્સપોર્ટેશનનું કામ 50 ટકા ઘટવા છતાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધારો કરી શકતા નથી.

એક સમયે ઓગસ્ટના તહેવારો માટે જુલાઇ માસમાં પ્રત્યેક દિવસે 600 ટ્રક ભરીને કાપડ બહારગામ જતું હતું. તેની સંખ્યા અત્યારે ઘટીને 100-150 થઇ ગઇ છે. તેને લીધે ઘણા ડ્રાઇવર, ક્લિનર, હમાલની રોજીરોટી છીનવાઇ ગઇ છે. સુરતમાં ટ્રક અને ટેમ્પો મળીને કુલ 2500 જેટલા વાહનો ટેક્સટાઇલ ઉદ્યોગમાં કાર્યરત છે પરંતુ જે ટ્રાન્સપોર્ટર બહારગામ માલની ડિલિવરી કરે છે. તેમના અડધા વાહનો નોન-યુઝમાં આવી ગયા છે. કારણ કે બહારગામના રાજ્યમાં કાપડની ડિમાન્ડ નથી. બીજી તરફ વેપાર સામે ટ્રાન્સપોર્ટરોને ટ્રાન્સપોર્ટ ગોડાઉનનું ભાડુ પણ ચુકવવાનું હોય છે. તે જોતા દરેક સ્તરેથી માર પડી રહી છે.

જો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધારવા જાય તો અત્યારે જે કામ મળી રહ્યુ છે તે પણ બંધ થવાની દહેશત છે. એક ટ્રકમાં 50000 મીટર કાપડ ભરાય તો જ ટ્રાન્સપોર્ટરને નફો મળી શકે છે પરંતુ અત્યારે એ પ્રકારના ઓર્ડર મળી રહ્યા નથી. સુરતથી મહારાષ્ટ્ર, દિલ્હી, દક્ષિણ ભારતના બજારોમાં કાપડ જાય છે. બહારગામથી ઓર્ડર આવતાં નથી. આ સાથે જે બહારગામથી ગાડીઓ માલ લઈને આવે છે તેને પણ અઠવાડિયા સુધી ગુડસ ડિલીવરી માટે મળતાં નથી. જેના કારણે અઠવાડિયા સુધી સુરતમાં ગાડીઓ પડી રહે છે. તેવી જ સ્થિતિ સુરતની ગાડીની છે . જે ટ્રકમાં મહારાષ્ટ્ર માલ મોકલાયો છે. તે હાઈવે પર અઠવાડિયા સુધી લાઈનોમાં પડી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top