વધતા કોરોના સંક્રમણને જોતા કોંગ્રેસનો નિર્ણય : બે અઠવાડિયા સુધી યુપીમાં રેલી-કાર્યક્રમો નહીં કર

વધતા કોરોના સંક્રમણને જોતા કોંગ્રેસનો નિર્ણય : બે અઠવાડિયા સુધી યુપીમાં રેલી-કાર્યક્રમો નહીં કરે

01/05/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

વધતા કોરોના સંક્રમણને જોતા કોંગ્રેસનો નિર્ણય : બે અઠવાડિયા સુધી યુપીમાં રેલી-કાર્યક્રમો નહીં કર

લખનઉ: એક તરફ કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યાં બીજી તરફ ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉતરાખંડ જેવા રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે. વધતા સંક્રમણ વચ્ચે રેલીઓ કરવા બદલ નેતાઓએ પ્રજાના રોષનો ભોગ પણ બનવું પડી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં મોટી રેલીઓ ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે, પંજાબ, ગોવા કે ઉતરાખંડ મામલે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે યુપીમાં પાર્ટી વર્ચ્યુઅલ રેલી પર જ ભાર આપશે. સાથે મહિલાઓ માટે આયોજિત કરવામાં આવેલ મેરાથોન દોડ પણ રદ કરવામાં આવી છે. કોંગ્રેસે આજમગઢમાં આજે આયોજિત કરવામાં આવેલ અને નવમીએ વારાણસીમાં આયોજિત કરવામાં આવેલ મેરાથોન દોડ રદ કરી દીધી છે. અહીં નોંધનીય છે કે બરેલીમાં આયોજિત મેરાથોન દોડમાં ભીડના કારણે અવ્યવસ્થા જોવા મળી હતી અને અનેક યુવતીઓ ઘાયલ થઇ હતી.

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટી દેશમાં વધી રહેલા કોરોનાનાં કેસને લઈને ચિંતાતુર છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસે બે અઠવાડિયા સુધી રાજ્યમાં રેલીઓ ન કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ આગળની સ્થિતિ જોઇને નિર્ણય લેવામાં આવશે.’ જોકે, કોંગ્રેસે અન્ય રાજ્યોમાં રેલીઓ પ્રતિબંધિત કરી નથી.

યુપીમાં શાળાઓ બંધ કરાઈ

બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં ધોરણ 1 થી 10 ની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તેમજ રાજ્યમાં અન્ય પણ ઘણાં પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. 14 જાન્યુઆરી સુધી યુપીમાં એકથી દસ ધોરણની શાળાઓ બંધ રહેશે. જોકે, ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે. આ ઉપરાંત, યુપીમાં રાત્રિ કર્ફ્યુનો સમય પણ વધારીને રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે જે જિલ્લાઓમાં એક્ટિવ કેસની સંખ્યા એક હજારથી વધુ રહેશે ત્યાં સાર્વજનિક સ્થળોની ક્ષમતા પચાસ ટકા કરી દેવામાં આવશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top