રાજકારણી ફાયદો મેળવવા માટે ભાષણમાં..' ઐશ્વર્યા રાયનું નામ લઈને રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર વિવાદ..! ભડકી ફેમસ સિંગર
Rahul Gandhis statement on Aishwarya : આ દિવસોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બચ્ચન પરિવાર પર જોરદાર નિશાન સાધી રહ્યા છે. તાજેતરમાં, ઓછામાં ઓછા 4 પ્રસંગો એવા હતા જ્યારે રાહુલે ઐશ્વર્યા રાયનું નામ લીધું હતું . રાહુલ સતત વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. હાલમાં જ તેણે ઐશ્વર્યા વિશે કંઈક આવું કહ્યું હતું, જેના પછી લોકો તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. હવે જાણીતી સિંગર સોના મહાપાત્રાએ પણ તેમની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે.
સોનાએ X પર લખ્યું, 'થોડા રાજકારણીઓ ફાયદો મેળવવા માટે ભાષણમાં મહિલાઓનું અપમાન કરે છે? રાહુલ ગાંધીજી ચોક્કસ કોઈએ તમારી માતા, બહેનનું પણ અગાઉ આવી જ રીતે અપમાન કર્યું છે અને તમારે આ વધુ સારી રીતે જાણવું જોઈએ? આ સિવાય ઐશ્વર્યા ખૂબ જ સુંદર ડાન્સ કરે છે. સોનાના આ ટ્વીટને મોટાભાગના લોકો સમર્થન આપી રહ્યા છે અને રાહુલની ટીકા કરી રહ્યા છે.
એક સફળ પ્લેબેક સિંગર હોવા ઉપરાંત, સોના મહાપાત્રા એક સંગીતકાર અને લેખક પણ છે. ફિલ્મ 'ફુકરે'નું ગીત 'અંબરસરિયા..' સોનાએ ગાયું હતું. તેણે પોતાના કરિયરની શરૂઆત એક જાહેરાત ગીતથી કરી હતી. સોનાને આમિર ખાનની ફિલ્મ 'દિલ્હી બેલી'માં 'બેદર્દી રાજા' ગાવાની તક મળી હતી.
What’s with politicians demeaning women in their speeches to get some brownie points in a sexist landscape?Dear #RahulGandhi ,sure someone has demeaned your own mother, sister similarly in the past & irrespective you ought to know better? Also, #AishwaryaRai dances beautifully.🙏🏾 — Sona Mohapatra (@sonamohapatra) February 21, 2024
What’s with politicians demeaning women in their speeches to get some brownie points in a sexist landscape?Dear #RahulGandhi ,sure someone has demeaned your own mother, sister similarly in the past & irrespective you ought to know better? Also, #AishwaryaRai dances beautifully.🙏🏾
તાજેતરમાં એક સભાને સંબોધિત કરતી વખતે રાહુલે કહ્યું હતું કે, "શું તમે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જોઈ? શું તમે કોઈ OBC અથવા ST/SC ચહેરો જોયો? અમિતાભ બચ્ચન , ઐશ્વર્યા અને PM નરેન્દ્ર મોદીએ તેમાં ભાગ લીધો હતો, પરંતુ તે લોકો જોવા ન મળ્યા જેઓ ખરેખર દેશ ચલાવે છે." રાહુલ ગાંધીએ બીજી રેલી દરમિયાન એમ પણ કહ્યું હતું કે કાર્યક્રમોમાં ઐશ્વર્યા 'ડાન્સ' કરશે અને અમિતાભ 'બલે-બલે' કરશે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન સાથે અયોધ્યા પહોંચ્યા હતા, પરંતુ ઐશ્વર્યા આ કાર્યક્રમનો ભાગ ન હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp