મંગેતર સામે સેક્સની ડિમાન્ડ કરવા લાગ્યા પોલીસવાળા જાણો સમગ્ર મામલો !
દિલ્હી નજીકના ગાઝિયાબાદમાં પોલીસવાળાની અશ્લિલ કરતૂત સામે આવી છે. ગાઝિયાબાદના પાર્કમાં બેઠેલા નવ પરણિત કપલ પાસે આવીને એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના એક જવાને અણછાજતી હરકત કરી અને તેમની પાસેથી ખોટી રીતે પૈસા પણ વસૂલ્યાં. અહીંના સાંઈ ઉપવનમાં ફરી રહેલા એક નવપરિણિત કપલની બે પોલીસવાળાએ છેડતી કરી હતી અને પતિ સામે જ પોલીસવાળાએ તેની પત્ની પર તેની સાથે સંબંધ બાંધવાનું દબાણ કર્યું હતું. અને તેમની પાસેથી પૈસાપણ પડાવ્યાંહતા. નવ પરિણિત મહિલાનો આરોપ છે કે એક પોલીસકર્મીએ તેના પર આડા સંબંધ બનાવવા માટે પણ દબાણ કર્યું અને પેટીએમથી 1000 રુપિયા પડાવી લીધા હતા.
પીડિતાએ જણાવ્યું કે 2023 સપ્ટેમ્બર 12ના રોજ તે પોતાના મંગેતર સાથે સાઈ ઉપવનમાં ફરવા આવી હતી. બપોરના સમયે બે પોલીસવાળા બાઈક પર આવ્યાં હતા અને અમને ધમકાવવાનું શરું કર્યું હતું. તેઓએ મહિલાના મંગેતરને પણ થપ્પડ મારી હતી. પોલીસકર્મીએ તેમની પાસે પૈસાની પણ માંગણી કરી હતી. ડરના માર્યા તેણે પોલીસકર્મીઓની પણ માફી માંગી, તેમના પગ પકડી લીધા. પરંતુ તેમના પર કોઇ અસર થઇ ન હતી. એટલું જ નહીં પરંતુ એક પોલીસકર્મીએ મારો પ્રાઈવેટ પાર્ટ પણ સ્પર્શ્યો હતો અને મને સતત કહેતો કે તેની સાથે સંબંધ બાંધ.
નવપરિણિત યુવતીએ કહ્યું કે પોલીસકર્મીએ અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું અને મારા પર ગેરકાયદેસર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું. ત્રીજો છોકરો અમારી પાસે પૈસાની માગણી કરી રહ્યો હતો. હું અને મારો મંગેતર બંને પોલીસકર્મીઓ સાથે હાથ જોડીને ત્યાંથી નીકળવાની આજીજી કરી રહ્યા હતા. પરંતુ તેઓ મને વારંવાર ગેરકાયદેસર સંબંધ રાખવાનું કહેતા હતા. તેઓએ અમને ત્યાં ત્રણ કલાક રોક્યા અને મને ખોટી વાતો કહી. પોલીસકર્મીએ મને 3 સપ્ટેમ્બરે પણ ફોન કર્યો હતો, જેનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. આરોપી 19 સપ્ટેમ્બરે રાત્રે મારા ઘરે પહોંચ્યો હતો અને મને 1000 રૂપિયા પરત કર્યા હતા અને પૂછ્યું કે તે કેમ ફરીયાદ કરી
બન્નેની આવી કરતૂત સામે આવતાં વિભાગ દ્વારા તેમને બરખાસ્ત કરી દેવાયા છે અને તેમની સામે ખાતાકીય તપાસ પણ શરુ કરવામાં આવી છે
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp