સાવધાન! છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના એક હજારથી વધુ કેસીસ નોંધાયા! ગુજરાતમાં પણ 176 કેસ ન

સાવધાન! છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના એક હજારથી વધુ કેસીસ નોંધાયા! ગુજરાતમાં પણ 176 કેસ નોંધાયા!

03/22/2023 National

SidhiKhabar

SidhiKhabar

સાવધાન! છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના એક હજારથી વધુ કેસીસ નોંધાયા! ગુજરાતમાં પણ 176 કેસ ન

Corona Cases in India : ભારતે આ વર્ષે સંપૂર્ણપણે કોરોના મુક્ત થવાનું ધ્યેય રાખ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ કોરોના એટલી આસાનીથી આપણો પીછો છોડવા તૈયાર નથી.


કેન્દ્રિય મંત્રાલયે જાહેર કર્યા આંકડા

કેન્દ્રિય મંત્રાલયે જાહેર કર્યા આંકડા

યબુધવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોનાવાયરસ ચેપના 1,134 નવા કેસ આવ્યા પછી, દેશમાં અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 4,46,98,118 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7,026 થઈ ગઈ છે.

અપડેટ ડેટા અનુસાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક દર્દીના મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,813 થઈ ગયો છે. તે જ સમયે, ચેપને કારણે મૃત્યુના આંકડાઓને ફરીથી મેળવતી વખતે, કેરળએ વૈશ્વિક રોગચાળાને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની યાદીમાં વધુ એક નામ ઉમેર્યું છે. નવીનતમ માહિતી અનુસાર, ભારતમાં ચેપનો દૈનિક દર 1.09 ટકા છે અને સાપ્તાહિક દર 0.98 ટકા છે.


ગુજરાતમાં નોંધાયા 176 કેસ

ગુજરાતમાં નોંધાયા 176 કેસ

ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 176 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.06 ટકા નોંધાયો છે. તેમજ આજે 69 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 916 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 69 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 817 લોકોને રસી અપાઈ છે.

રાજ્યમાં ઘણા દિવસો બાદ કોરોનાએ એક દર્દીનો ભોગ  લીધો છે.  ભરૂચમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું છે.  ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે.  અમદાવાદ શહેરમાં સૌથી વધુ 89 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્યમાં વિસ્તારમાં એક કેસ નોંધાયો છે.

કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈ એક્ટિવ કેસની સંખ્યા 916 પર પહોંચી છે. મહેસાણામાં  નવા 16 કેસ નોંધાયા છે.  રાજકોટમાં કોરોનાના 19, સુરતમાં 18 કેસ નોંધાયા છે. અમરેલીમાં ત્રણ, ભાવનગરમાં બે અને વડોદરામાં કોરોનાના વધુ છ કેસ સામે આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top