ફરી મંડરાયો વિશ્વ યુદ્ધનો ખતરો, આ દેશ દ્વારા ઈરાન અને સીરિયાનાં આટલા ઠેકાણાઓ પર કરાઈ એરસ્ટ્રાઇ

ફરી મંડરાયો વિશ્વ યુદ્ધનો ખતરો, આ દેશ દ્વારા ઈરાન અને સીરિયાનાં આટલા ઠેકાણાઓ પર કરાઈ એરસ્ટ્રાઇક....,જાણો સમગ્ર વાત

02/03/2024 World

SidhiKhabar

SidhiKhabar

ફરી મંડરાયો વિશ્વ યુદ્ધનો ખતરો, આ દેશ દ્વારા ઈરાન અને સીરિયાનાં આટલા ઠેકાણાઓ પર કરાઈ  એરસ્ટ્રાઇ

US Air Strikes In Iraq and Syria: અમેરિકી સેનાએ શુક્રવારે ઈરાક અને સીરિયામાં ઈરાની સમર્થક મિલિશિયા અને ઈરાની રેવોલ્યુશનરી ગાર્ડ (આઈઆરજીસી)ના ડઝન જેટલા ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. ગયા અઠવાડિયે જોર્ડનમાં થયેલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકોના મોત બાદ અમેરિકાએ આ કાર્યવાહી કરી છે. 


85 ટારેગટને નિશાન બનાવ્યા

અમેરિકી હુમલામાં સાત જગ્યાઓ પર 85થી વધુ ટાર્ગેટને નિશાન બનાવ્યા. જેમાં કમાન્ડ અને કંટ્રોલ  હેડક્વાર્ટર, ઈન્ટેલિજન્સ સેન્ટર, રોકેટ અને મિસાઈલ, ડ્રોન અને ગોળા બારૂદ ભંડાર તથા અન્ય જગ્યાઓ સામેલ છે, જે મિલિશિયા કે આઈઆરજીસીના કૂદ્સ ફોર્સ સાથે જોડાયેલી હતી. અત્રે જણાવવાનું કે, કૂદ્સ ફોર્સ આઈઆરસીજીની અભિયાન યુનિટ છે જે તેહરાનના ક્ષેત્રીય મિલિશિયા સાથે સંબંધો અને હથિયારોને સંભાળે છે. 


માહિતી મુજબ એવું લાગે છે કે, અમેરિકી હુમલા સીધી રીતે ઈરાન કે તેની સરહદોની અંદર રેવોલ્યુશનરી ગાર્ડ કૂદ્સ ફોર્સના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવશે નહીં. કારણ કે, અમેરિકા સંઘર્ષને વધુ વધારવાથી બચી રહ્યું છે. અત્રે જણાવવાનું કે, ઈરાને જોર્ડન હુમલા પાછળ પોતાનો હાથ હોવાનો ઈન્કાર કર્યો છે. 


રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું હતું કે, નાગરિકોને નુકસાનથી બચાવવા માટે ટાર્ગેટને સાવધાનીપૂર્વક પસંદ કરાયા અને આ પસંદગી સ્પષ્ટ, નિર્ધારિત પુરાવા પર આધારિત હતી કે, તેઓ ક્ષેત્રમાં અમેરિકી સૈનિકો પર હુમલા સાથે જોડાયેલા હતા. જો કે તેમણે એ જણાવવાનો ઈન્કાર કરી દીધો છે કે, તે પુરાવા શું હતા. 


30 મિનિટ સુધી થયા હુમલા

30 મિનિટ સુધી થયા હુમલા

જોઈન્ટ સ્ટાફના નિર્દેશક લેફ્ટેનન્ટ જનરલ ડગલસ સિમ્સે કહ્યું કે, હુમલા લગભગ 30 મિનિટ સુધી થયા અને જે સ્થળો પર હુમલા કરાયા તેમાંથી 3 ઈરાકમાં અને ચાર સીરિયામા થયા હતા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, હુમલામાં 125થી વધુ સટીક યુદ્ધ સામગ્રીનો ઉપયોગ થયો. યુદ્ધ સામગ્રીને અમેરિકાથી ઉડાવાયેલા લાંબા અંતરના બી-1 બોમ્બવર્ષક સહિત અનેક વિમાનો દ્વારા વિતરિત કરાયા હતા. સીરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે, સીરિયાના રણ વિસ્તારોમાં અને ઇરાકની સરહદ નજીક સ્થિત ઠેકાણા પર અમેરિકન હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.


અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન

મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "સંયુક્ત રાજ્ય અમેરિકા મધ્ય પૂર્વ કે દુનિયામાં ક્યાંય પણ સંઘર્ષ ઈચ્છતો નથી. પરંતુ જે અમને નુકસાન પહોંચાડવા માંગે છે તે બધાએ એ જાણી લેવું જોઈએ કે, જો તમે  કોઈ અમેરિકનને નુકસાન પહોંચાડશો તો અમે જવાબ આપીશું." બાઈડેને પોતાના નિવેદનમાં વાત દોહરાવતા કહ્યું હતું કે, અમારી પ્રતિક્રિયા આજે શરૂ થઈ, તે અમારી પસંદના સમય અને સ્થળો પર ચાલુ રહેશે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top