Facebook એ યુઝર્સ સાથે કર્યું વિશ્વાસઘાત! યુઝર્સના પ્રાઈવેટ મેસેજ આ વ્યક્તિને સોંપી દીધાં' કોર્

Facebook એ યુઝર્સ સાથે કર્યું વિશ્વાસઘાત! યુઝર્સના પ્રાઈવેટ મેસેજ આ વ્યક્તિને સોંપી દીધાં' કોર્ટના દસ્તાવેજોમાં થયો મોટો ખુલાસો!

04/02/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

Facebook એ યુઝર્સ સાથે કર્યું વિશ્વાસઘાત! યુઝર્સના પ્રાઈવેટ મેસેજ આ વ્યક્તિને સોંપી દીધાં' કોર્

Data leak : લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના દુનિયાભરમાં કરોડો યુઝર્સ છે અને તેના પર ઘણી વખત ડેટા લીક થવાનો આરોપ પણ લાગ્યો છે. ફરી એકવાર બાર્ટર ડેટા એક્સચેન્જ સાથે જોડાયેલા આ કેસમાં તપાસ અને કોર્ટની સુનાવણીમાં મળેલી જાણકારીએ યુઝર્સને ચોંકાવી દીધા છે. કોર્ટના દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે ફેસબુકે યુઝર્સના પ્રાઈવેટ મેસેજને થર્ડ પાર્ટી એપ્સ સાથે શેર કર્યા છે.

તાજેતરમાં જાહેર કરવામાં આવેલા કોર્ટ દસ્તાવેજો અનુસાર, ફેસબુકે ડેટાની આપ-લે કરવા માટે લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સને યૂઝર્સને પ્રાઈવેટ મેસેજ એક્સેસ કરવાની મંજૂરી આપી હતી.


આ રીતે થયો ઘટસ્ફોટ

આ રીતે થયો ઘટસ્ફોટ

મેટાએ તેના સ્ટ્રીમિંગ વ્યવસાયને બંધ કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ઘટસ્ફોટ થયો છે. મેટા સામે દાખલ કરવામાં આવેલા દાવામાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેના સ્ટ્રીમિંગ બિઝનેસને બંધ કરવાનો નિર્ણય એડવર્ટાઇઝિંગ પાર્ટનર નેટફ્લિક્સના પ્રભાવ હેઠળ લેવામાં આવ્યો હતો. કોર્ટના દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે નેટફ્લિક્સ અને ફેસબુક વચ્ચે સારા સંબંધો છે અને તેનું કારણ એ પણ છે કે નેટફ્લિક્સ ફેસબુક પર જાહેરાત માટે મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કરી રહ્યું છે. નેટફ્લિક્સે સ્ટ્રીમિંગ વીડિયો માર્કેટમાં મોટો દાવો રજૂ કરતા ફેસબુકને રોક્યું હતું. 2013માં અને બાદમાં કરારો સાથે, ફેસબુકે નેટફ્લિક્સને યૂઝર્સના પ્રાઈવેટ મેસેજ વાંચવાની મંજૂરી આપી હતી. તેના બદલામાં નેટફ્લિક્સે ફેસબુકને ડેટા આપ્યો હતો.



Netflixને ખબર પડી યૂઝર્સના ખાનગી કામોની

Netflixને ખબર પડી યૂઝર્સના ખાનગી કામોની

ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ડેટા લીકના આરોપનો જવાબ આપતાં લખ્યું કે નેટફ્લિક્સ સાથે તેનો સંબંધ અને કરાર વ્યવસાયમાં સામાન્ય છે. જોકે નેટફ્લિક્સ સાથેની કમ્પિટીશને ફેસબુક વોચ બંધ કરવાના નિર્ણયમાં ભૂમિકા ભજવી હતી કે નહીં તેનો કોઈ ખુલાસો નથી.

જાહેર થયેલો ઘટસ્ફોટ ચોંકાવનારો છે કારણ કે તેનો અર્થ એવો થયો કે ફેસબુક પર યૂઝર્સે કરેલા ખાનગી કામોની નેટફ્લિક્સને ખબર પડી ગઈ છે. નેટફ્લિક્સે પણ વાતને સાચી ગણાવી છે પરંતુ અહીં સવાલ એ છે કે આખરે ફેસબુકને લોકોની ખાનગી વાતોમાં આટલો બધો વિશ્વાસ કેમ છે અને શા માટે તે યૂઝર્સનો ખાનગી ડેટા થર્ડ પાર્ટને સોંપી દે છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top