યુનિવર્સિટીના જર્નાલિઝમ માસ કોમ્યુનિકેશન વિભાગ દ્વારા એન્યુલ મીડિયા ફેસ્ટનો “કલાકારો ની ભરમાર”

યુનિવર્સિટીના જર્નાલિઝમ માસ કોમ્યુનિકેશન વિભાગ દ્વારા એન્યુલ મીડિયા ફેસ્ટનો “કલાકારો ની ભરમાર” સાથેનો દ્વિતીય દિવસ

02/02/2024 Education

SidhiKhabar

SidhiKhabar

યુનિવર્સિટીના જર્નાલિઝમ માસ કોમ્યુનિકેશન વિભાગ દ્વારા એન્યુલ મીડિયા ફેસ્ટનો “કલાકારો ની ભરમાર”

Media Buzz, 2024: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિ ના જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન વિભાગ દ્વારા એન્યુઅલ યૂથ ફેસ્ટિવલ અને યુનિવર્સિટિના ૬૦માં વર્ષની ઉજવણીના ભાગરૂપે “મીડિયા બઝ ૨૦૨૪” નું ભવ્ય આયોજન થયું છે.ચાર દિવસ ચલનારા આ “મીડિયા બઝ-૨૦૨૪” માં મીડિયા સાથે સંલગ્ન વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ગુજરાત ની વિવિધ યુનિવર્સિટીઓ તેમજ મુંબઈ યુનિવર્સિટી થી પણ ઘણા વિદ્યાર્થીઓ આવેલ છે.


આજે મીડિયા બઝનો દ્વિતીય દિવસ હતો

આજે મીડિયા બઝનો દ્વિતીય દિવસ હતો

આજ રોજ તા: ૦૨.૦૨.૨૦૨૪ ના રોજ મીડિયા બઝ DJMCકા FM, બેચ કે દેખો, નુક્કડ નાટક, વન એન્ડ ઓન્લી, સિને સ્ટાર, અને રિલીસટીક જેવી છ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ એ પોતાની ક્રીએટિવિટિ નું ખુબજ સરસ પ્રદર્શન કર્યું હતું.  વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધારવા માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ડૉ. મનીષા પાનવાલા અને એક્સિકયુટીવ કાઉન્સિલ ના સભ્ય ડૉ. કે. સી. પોરિયા, અને ડૉ.પારૂલ વડગામા મીડિયા બઝ માં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.


મીડિયા બઝ અંતર્ગત, VNSGUના અંગ્રેજી વિભાગના સેમિનાર હૉલમાં "બેચ કે દિખાઓ"માંવિજ્ઞાપન અને બ્રાંડ નિર્માણ સ્પર્ધા યોજાયેલ હતી.જેમાં જૂના જૂતાં, નેલ પૉલિશ, પૉડકાસ્ટ, ઇન્સ્યોરન્સ, વગેરે ઉત્પાદનના વિજ્ઞાપન પ્રસ્તુત થયેલા. જેમાં અમદાવાદ દિવ્યભાસ્કર ના એડ ડિપાર્ટમેન્ટ ના વડા શ્રી હેતલભાઈ મોદી નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વિદ્યાર્થીઓએ પોતાના આગવા વિચારો વિજ્ઞાપન થકી રજૂકર્યા હતાં.


યુનિવર્સીટીના પ્રાંગણમાં કલાકારોની ભરમાર વચ્ચે દમદાર કળાનું પ્રદર્શન થયું. જેમાં માનવીય મૂલ્યોને બિરદાવનાર વિચારો સાથે નુક્કડ નાટક અને મોનોલૉગ પ્રસ્તુત થયા જેમાં શ્રી મિહિર પાઠક અને શ્રી ફરઝાન કરંજિયા એ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવેલી હતી.

DJMC કા FMસ્પર્ધા અંતર્ગત, વિદ્યાર્થીઓએ નિર્ણાયક શ્રી RJઆદિત્ય સમક્ષ તેઓની રેડિયો કાર્યક્રમ ની પ્રસ્તુતિ કરી હતી. બે રાઉંડ માં યોજાયેલ આ સ્પર્ધા માં વિદ્યાર્થીઓએ પોતાની બોલવાની કળા ખૂબ સરસ રીતે રજૂ કરી હતી. આ દરમ્યાન RJઆદિત્ય દ્વારા વિદ્યાર્થીઓને રેડિયો તથા RJYINGની કળા વિષે માહિતગાર કર્યા હતાં.


મીડિયા બઝના આજના દિવસની એક મહત્તા વધારતી ક્ષણો કહી શકાય એવી, શ્રી રામ જન્મભૂમિના વધામણાંની યાદગિરિરૂપે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકને એક સાડી કે જેમાં શ્રી રામનામનું અંકન જુદી જુદી ભાષાઓમાં કરેલ છે તે ભેટ સ્વરૂપે આપવામાં આવેલ છે. આ ઉપરાંત પુસ્તક આપી તેમનું સ્વાગત કરાયું હતું.


ભારતયીય સંસ્કૃતિને પ્રાધાન્ય આપતી કેટલીક રમતો સહિત પરિસરના પ્રાંગણમાં ઘણી પ્રતિકૃતિ અને શ્રી રામ તથા હનુમાનજીની પ્રતિકૃતિઓ તથા શ્રી રામ જન્મભૂમિના અયોધ્યાના કારીગરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.


ચર્ચાના એક મહત્વના રૂપે ડિબેટમાં “આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ કે મનુષ્ય“ નો મુદ્દો ખૂબ નોંધનીય રહી, જેમાં બંને પક્ષકારો આખરે મનુષ્ય સર્વોપરી કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ સર્વોપરી? એ મુદ્દાનો જવાબ શોધવાની ખૂબ કોશિશ કરી, દલીલો, મૂલ્યો અને ઘણી વાતો થઈ હતી.

ઉલ્લેખનીય એ છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયને હાલ ૬૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેના અંતર્ગત વિશ્વવિદ્યાલયના વિવિધ વિભાગોમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top