કચરામાંથી કલાકારી, દિલ્હીમાં DDA બનાવી રહી છે પહેલો ‘વેસ્ટ-ટૂ-આર્ટ’ ટીમ પાર્ક, જાણો તેની વિશેષત

કચરામાંથી કલાકારી, દિલ્હીમાં DDA બનાવી રહી છે પહેલો ‘વેસ્ટ-ટૂ-આર્ટ’ ટીમ પાર્ક, જાણો તેની વિશેષતા

04/30/2025 National

SidhiKhabar

SidhiKhabar

કચરામાંથી કલાકારી, દિલ્હીમાં DDA બનાવી રહી છે પહેલો ‘વેસ્ટ-ટૂ-આર્ટ’ ટીમ પાર્ક, જાણો તેની વિશેષત

Waste to Art Theme Park: દેશની રાજધાનીએને ટૂંક સમયમાં એક નવો વેસ્ટ ટૂ આર્ટ થીમ પાર્ક મળવા જઈ રહ્યો છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) પોતાનો પહેલો વેસ્ટ-ટૂ-આર્ટ થીમ પાર્ક વિકસાવવા જઈ રહી છે. આ પાર્ક દક્ષિણ દિલ્હીના આસ્થા કુંજ વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ દિલ્હીના સૌથી હરિયાળા વિસ્તારોમાંનો એક છે.


DDAનો પહેલો પ્રયાસ

DDAનો પહેલો પ્રયાસ

આ પાર્ક ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે તે ભારતની ઐતિહાસિક ઇમારતોની ઝલક દેખાડશે, જે બધી નિર્માણ અને ધ્વસ્તિકરણ કચરામાંથી બનાવવામાં આવશે. એટલું જ નહીં, પાર્કની દિવાલો, બેન્ચ અને અન્ય માળખા પણ કચરામાંથી બનાવવામાં આવશે. આ પાર્ક વિકસાવવાનો હેતુ લોકોને કચરામાંથી બનાવેલી સુંદર કલા અને ભારતના ઇતિહાસ બતાવવાનો છે.

સમાચાર એજન્સી PTI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ DDAનો પહેલો વેસ્ટ-ટૂ-આર્ટ થીમ પાર્ક હશે. આ પાર્કના બાંધકામ, સંચાલન અને આયોજન માટે એક સલાહકારની નિમણૂક કરવામાં આવશે. કચરામાંથી કલાત્મક થીમ પાર્ક બનાવવાનું સ્થળ હજુ સુધી પસંદ કરવામાં આવ્યું નથી. જોકે, તે 200 એકરમાં ફેલાયેલા આસ્થા કુંજ પાર્કમાં બનાવવાની વાત કહેવામા આવી રહી છે. આ પાર્ક લોટસ ટેમ્પલ અને નેહરુ પ્લેસ વચ્ચે છે.


MCDના થીમ પાર્કથી અલગ હશે

MCDના થીમ પાર્કથી અલગ હશે

DDA દ્વારા વિકસાવવામાં આવનાર આ પાર્ક દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)થી અલગ થવા જઈ રહ્યો છે. MCDએ 2019માં સરાય કાલે ખાનમાં આ પ્રકારનો પહેલો પાર્ક બનાવ્યો હતો. આ પાર્ક ભંગાર લોખંડમાંથી બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, ITO ખાતે શહીદ પાર્ક, કરોલ બાગ ખાતે હેરિટેજ પાર્ક અને પંજાબી બાગ ખાતે ભારત દર્શન પાર્ક બનાવવામાં આવ્યા. MCD દ્વારા બનાવવામાં આવેલા ઉદ્યાનોમાં ટિકિટ સિસ્ટમ હોય છે. આ ફાર્ક્સમાં ફેન્સી લાઇટ્સ અને ફુવારાઓ લગાવેલા હોય છે. જોકે, DDA દ્વારા વિકસાવવામાં આવી રહેલ આ પાર્ક ખંડેરોના વારસાને પ્રદર્શિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.  આ યોજના અંગે, સલાહકારે 30 દિવસની અંદર ફિઝિબિલિટી અહેવાલ સબમિટ કરવાનો રહેશે. આ રિપોર્ટના આધારે જ આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top