CSKથી અલગ થયા બાદ દીપક ચાહરનું નિવેદન વાયરલ; જાણો શું કહ્યું

CSKથી અલગ થયા બાદ દીપક ચાહરનું નિવેદન વાયરલ; જાણો શું કહ્યું

11/26/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

CSKથી અલગ થયા બાદ દીપક ચાહરનું નિવેદન વાયરલ; જાણો શું કહ્યું

Deepak Chahar Reaction on MS Dhoni: IPL 2025ની મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેના ઘણા જૂના ખેલાડીઓને ખરીદ્યા છે. પરંતુ દીપક ચહર એવા ખેલાડીઓમાંથી એક છે જેના પર ચેન્નાઈ મેનેજમેન્ટે બોલી લગાવી હતી, પરંતુ વધુ રકમના કારણે ખરીદી શક્યું નહોતું. તેને મુંબઈ ઈન્ડિયન્સે 9.25 કરોડમાં ખરીદ્યો છે. હવે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં દીપકને ચેન્નાઈ અને ધોનીનો સાથ છોડવા પર સવાલ પૂછવામાં આવ્યો હતો. આ અંગે ભારતીય ફાસ્ટ બોલરનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

દીપક ચાહર અને ધોની ઘણી વખત મેદાન પર મસ્તી કરતા જોવા મળ્યા છે, પરંતુ હવે આ બંને એક જ ટીમનો ભાગ નહીં હોય. મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવા અંગે દીપકે કહ્યું કે, 'જ્યારે પણ હું મારા ભાઈ રાહુલ ચહર સાથે વાત કરું છું ત્યારે કહું છું કે સ્કીલના આધારે તું એ ટીમ (MI) માટે રમી રહ્યો છે, જેના માટે મારે રમવું જોઈએ અને હું એ ટીમ (CSK)માં છું, જેના માટે તારે રમવું જોઇએ. ચેન્નાઇના મેદાનમાં સ્પિનરોને મદદ મળે છે, પરંતુ મુંબઇની પીચ ફાસ્ટ બૉલરો માટે અનુકૂળ હોય છે. તે ચેન્નાઇ ન આવી શક્યો, પરંતુ હું મુંબઈ જઈ રહ્યો છું.'


એમએસ ધોનીની યાદ આવશે

એમએસ ધોનીની યાદ આવશે

આ ઇન્ટવ્યૂની એક રસપ્રદ ક્ષણ એ હતી જ્યારે સુરેશ રૈનાએ દીપક ચાહરને પૂછ્યું કે શું તે ધોનીભાઈને જરૂર મિસ કરશે. હસતા હસતા દીપકે જવાબ આપ્યો, "કોણ તેને મિસ નહીં કરે?" દીપકે રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ તરફથી રમતા 2016માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને તે સમયે ધોની એ જ ટીમ તરફથી રમતો હતો. CSKએ 2 વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરી હતી અને ત્યારથી દીપક ચેન્નાઈની ટીમમાં ધોનીની આગેવાનીમાં રમી રહ્યો હતો.

દીપકે તેની IPL કારકિર્દીમાં અત્યાર સુધી 81 મેચ રમીને 77 વિકેટ લીધી છે. તેની સર્વશ્રેષ્ઠ સીઝન 2019ની હતી, જ્યારે તેણે CSK માટે રમતી વખતે 17 મેચમાં 22 વિકેટ લીધી હતી. CSKએ IPL 2019ની ફાઈનલ સુધી સફર કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top