'વીડિયો ડિલિટ કર નહીતર...', ઉર્ફી જાવેદને 'છોટા પંડિત' બનવું પડ્યું ભારે! મળી જાનથી મારી નાખવાન

'વીડિયો ડિલિટ કર નહીતર...', ઉર્ફી જાવેદને 'છોટા પંડિત' બનવું પડ્યું ભારે! મળી જાનથી મારી નાખવાની ધમકી

10/31/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

'વીડિયો ડિલિટ કર નહીતર...', ઉર્ફી જાવેદને 'છોટા પંડિત' બનવું પડ્યું ભારે! મળી જાનથી મારી નાખવાન

પોતાના અલગ જ અંદાજને પગલે ઉર્ફી જાવેદ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. પોતાની અવનવી ડ્રેસિંગ સ્ટાઇલના કારણે સતત ચર્ચામાં રહેતી આ એકટ્રેસે બે દિવસ પહેલાં જ પોતાનો એક નવો લુક શેર કર્યો હતો. જેને જોઇને તેના કેટલાક ફૈન્સ ખુશ થયા છે તો કેટલાક લોકોના મુડ ઓફ થઇ ગયા છે.

બે દિવસ પહેલા ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ભૂલ ભુલૈયાના છોટા પંડિતમાં જોવા મળી હતી. આ વીડિયોમાં ઉર્ફીએ નારંગી અને લાલ રંગની ધોતી પહેરી હતી, તેના ચહેરા પર લાલ રંગ લગાવ્યો હતો, તેના ગળામાં ફૂલોની માળા પહેરી હતી અને તેના કાનમાં અગરબત્તી લગાવી હતી.ઉર્ફીની આ ફેશન તેના જીવ માટે ખતરો બની ગઈ છે

હવે ઉર્ફીની આ ફેશન તેના જીવ માટે ખતરો બની ગઈ છે. છોટા પંડિતના લુકની નકલ કરવા બદલ અભિનેત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આટલું જ નહીં અભિનેત્રી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ છે.


"એક વ્યક્તિએ ઉર્ફીને મેઈલ કરીને લખ્યું કે..."

અભિનેત્રીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. ઉર્ફીએ પોતે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં કેપ્શનમાં લખ્યુ છેકે, હું સ્તબ્ધ છું, કે મને એક ફિલ્મના કિરદારને ફરી બનાવવા માટે જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે, જો કે આ કિરદાર પર કોઇ રિએક્શન આવ્યું નથી.

એક વ્યક્તિએ ઉર્ફીને મેઈલ કરીને લખ્યું કે, તમે જે વીડિયો અપલોડ કર્યો છે તેને ડિલીટ કરો, નહીં તો તમને મારવામાં સમય નહીં લાગે. અન્ય એક વ્યક્તિએ મેઈલ કર્યો - ઉર્ફી જાવેદ આપણા હિન્દુ ધર્મને બદનામ કરી રહી છે. તેને હું રસ્તા પર ગોળી મારી દઇશ. 

આ પહેલાં પણ પોતાના અતરંગી કપડાને લઇને એકટ્રેસને જાનથી મારી નાંખવાના ધમકી ભર્યા કોલ આવતા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top