જુહી ચાવલાને 5G ટ્રાયલ વિરુદ્ધની અરજી મોંઘી પડી, હાઇકોર્ટે રદ્દ કરી 20 લાખનો દંડ ભરવા કહ્યું

જુહી ચાવલાને 5G ટ્રાયલ વિરુદ્ધની અરજી મોંઘી પડી, હાઇકોર્ટે રદ્દ કરી 20 લાખનો દંડ ભરવા કહ્યું

06/04/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

જુહી ચાવલાને 5G ટ્રાયલ વિરુદ્ધની અરજી મોંઘી પડી, હાઇકોર્ટે રદ્દ કરી 20 લાખનો દંડ ભરવા કહ્યું

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે બોલિવુડ અભિનેત્રી જુહી ચાવલાએ કરેલી 5G ટેક્નોલોજીના ટ્રાયલ વિરુદ્ધની અરજીને ફગાવી દઈને 20 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આજે દિલ્હી હાઇકોર્ટે ચુકાદો સંભળાવતાં કહ્યું કે, અરજદારે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે અને માત્ર પબ્લિસીટી માટે જ કેસ દાખલ કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. જુહીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, નવી 5G ટેક્નોલોજીના ટ્રાયલથી લોકોને, પ્રાણીઓને અને વાતાવરણને નુકસાન થવાનો ભય છે.

દિલ્હી હાઇકોર્ટે આજે સંભળાવેલા ફેંસલામાં કહ્યું કે, અરજદારની અરજીથી એવું લાગી રહ્યું છે કે જાણે તેમણે માત્ર પબ્લિસીટી માટે જ અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે કહ્યું કે, જુહીની અરજીમાં માત્ર થોડી જ એવી જાણકારીઓ છે જે સાચી છે, બાકીની બાબતોમાં માત્ર અનુમાન લગાવવામાં આવ્યાં છે અને શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે, નિયમો મુજબ કોર્ટની ફી પણ જુહીએ ભરી નથી જે તેણે દંડ સાથે ભરવાની રહેશે. કોર્ટે જુહીની અરજીને એમ કહીને રદ્દ કરી કે, તેમાં કોઈ પણ જાતની નક્કર માહિતી નથી, માત્ર અનુમાનો જ છે.

અદાલતમાં આવતાં પહેલાં સરકાર પાસે કેમ ન ગયાં ? : હાઇકોર્ટ

આના પહેલાં 2 જૂને સુનાવણી બાદ દિલ્હી હાઇકોર્ટની બેન્ચે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. બેન્ચે સવાલ ઉઠાવતાં કહ્યું કે, જુહી ચાવલા દોષમાં આવે છે. તેમણે આ મામલે પહેલાં સરકાર પાસે જવાનું શા માટે ન વિચાર્યું અને સીધા અદાલતમાં જ અરજી દાખલ કરી દીધી. વાસ્તવમાં જુહીએ પહેલાં સરકારને આ અંગે રીપોર્ટ આપવાની જરૂર હતી તેવું બેન્ચે જણાવ્યું હતું.

જુહીએ અગાઉ પણ નેટવર્કના રેડીએશન અંગે અવાજ ઉઠાવ્યો છે

જુહી ચાવલાએ અગાઉ 2008માં પણ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને કહ્યું હતું કે, મોબાઈલ ટાવર અને વાઈ-ફાઈ ટેક્નોલોજીમાંથી નીકળતા રેડીયેશન કિરણોથી માણસોને, પ્રાણીઓને તથા વૃક્ષોને નુકસાન થઈ શકે છે.   

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top