Newsclickની ઓફિસો પર છાપેમારી, અભિસાર શર્માનો લઇ ગઇ સ્પેશિયલ સેલ, જાણો શું છે સમગ્ર મામલો

Newsclickની ઓફિસો પર છાપેમારી, અભિસાર શર્માનો લઇ ગઇ સ્પેશિયલ સેલ, જાણો શું છે સમગ્ર મામલો

10/03/2023 National

SidhiKhabar

SidhiKhabar

Newsclickની ઓફિસો પર છાપેમારી, અભિસાર શર્માનો લઇ ગઇ સ્પેશિયલ સેલ, જાણો શું છે સમગ્ર મામલો

ડિજિટલ ન્યૂઝ વેબસાઇટ Newsclickના ઓફિસો પર છાપેમારી ચાલી રહી છે તેની સાથે જોડાયેલા કેટલાક પત્રકારો વિરુદ્ધ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગેરકાયદેસર ગતિવિધિઓ (રોકથામ) અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધતા તેમના ઘરો પર છાપેમારી કરી રહી છે. Newsclickની ફંડિંગને લઈને EDએ પહેલા છાપેમારી કરી હતી. ત્યારબાદ ED દ્વારા કેટલાક ઈનપુટ શેર કર્યા બાદ સ્પેશિયલ સેલ દ્વારા આ છાપેમારી કરવામાં આવી રહી છે. Newsclickના 30 કરતા વધુ સ્થળો પર છાપેમારી ચાલી રહી છે.


આ પત્રકારોનો ઘરો પર છાપેમારી:

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટનામાં જે પત્રકારોના ઘરો પર છાપેમારી કરવામાં આવી છે, તેમાં નૌનિંદ્યો ચક્રવર્તી, અભિસાર શર્મા, સોહેલ હાશમી, ભાષા સિંહ, પ્રબીર પુરકાયસ્થ અને ઉર્મિલેશ સામેલ છે. તેમના પર ભારત વિરોધી ગતિવિધિઓ માટે ધન સ્વીકાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલમાં દિલ્હી NCRમાં સ્પેશિયલ સેલની તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, લેપટોપ, કમ્પ્યુટર, હાર્ડડિસ્ક અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.


Newsclick પર શું છે આરોપ?

Newsclick પર શું છે આરોપ?

વર્ષ 2021માં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સૌથી પહેલા Newsclickન મળેલી ગેરકાયદેસર ફંડિંગને લઈને કેસ નોંધ્યો હતો. આ શંકાસ્પદ ફંડિંગ ચીની કંપનીઓના માધ્યમથી Newsclickને પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ EDએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. જો કે, હાઇકોર્ટે એ સમયે Newsclickના પ્રમોટરોને ધરપકડથી રાહત આપી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ પત્રકાર ઉર્મિલેશ અને સત્યમ તિવારીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમના વકીલ સ્પેશિયલ સેલની ઓફિસ પહોંચી ગયા છે. તો પત્રકાર અભિસાર શર્માને પણ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ લઈ ગઈ છે.


Newsclickના સંસ્થાપક અને મુખ્ય સંપાદકને સ્પેશિયલ સેલના ઓફિસે લઇ જવાયા:

Newsclickના સંસ્થાપક અને મુખ્ય સંપાદક પ્રબીર પુરકાયસ્થને પણ સ્પેશિયલ સેલના ઓફિસે લઇ જવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની આ કાર્યવાહી બાદ પત્રકાર અભિસાર શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસ તેમના ઘરથી લેપટોપ અને તેમનો ફોન લઈ ગઈ છે. UAPA હેઠળ ચાલી રહેલી આ રેડમાં સ્પેશિયલ સેલના 100 કરતા વધુ પોલીસકર્મી સામેલ છે. રેડ દરમિયાન તેમાં સ્પેશિયલ સેલ સાથે અર્ધસૈનિક બળના જવાન પણ છે. આ જવાન સુરક્ષાના હિસાબે સ્પેશિયલ ટીમની સાથે છે.


FIRમાં આ કલમો લગાવાઈ:

FIRમાં આ કલમો લગાવાઈ:

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રેડ સમાપ્ત થયા બાદ પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરી શકાય છે. હાલમાં બધા સીનિયર અધિકારીઓને રેડ પર ફોકસ રાખવા કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસની છાપેમારી 17 ઑગસ્ટના રોજ UAPA અને IPCની અન્ય કલમો હેઠળ કરવામાં આવી રહી છે. આ FIRમાં બે સમૂહો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવા અને ગુનાહિત ષડયંત્ર રચવાની કલમ પણ જોડવામાં આવી છે.


ચીનથી કઇ ચેનલના માધ્યમથી આવ્યા પૈસા:

કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસે એક નવો કેસ નોંધ્યો છે. પોલીસ એ ઈનપુટના આધાર પર કાર્યવાહી કરી રહી છે જે EDએ શેર કર્યો હતો. EDની તપાસમાં 3 વર્ષની અંદર 38.05 કરોડ રૂપિયાની ફેક વિદેશી ફંડ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો હતો. આ પૈસાઆ ગૌતમ નવલખા અને તિસ્તા સીતલવાડના સહયોગીઓ સિવાય કેટલાક પત્રકારોને આપવામાં આવ્યા હતા. આ પૈસાની લેવડદેવડનો ખુલાસો EDની તપાસમાં થયો હતો. તેમાં FDIના માધ્યમથી 9.59 કરોડ રૂપિયા અને સર્વિસ એક્સપોર્ટના બદલે 28.46 કરોડ રૂપિયા આપવાની વાત સામે આવી હતી. ચીનથી આવેલા પૈસા કેટલાક વિદેશી ફર્મોના માધ્યમથી Newsclick સુધી પહોંચ્યા.


લોકસભામાં પણ ઉઠી ચૂક્યો છે આ મામલો:

લોકસભામાં પણ ઉઠી ચૂક્યો છે આ મામલો:

એક મહિના અગાઉ લોકસભામાં પણ Newsclickનો મુદ્દો ઉઠ્યો હતો. 7 ઑગસ્ટ 2023ના રોજ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, Newsclickને ચીન પાસે ફંડિંગ મળી રહી છે. Newsclick દેશ વિરોધી છે. નિશિકાંત દુબેએ મીડિયા પોર્ટલ પર ચાઇનીઝ ફંડિંગથી સરકાર વિરુદ્ધ માહોલ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં નિશિકાંત દુબેએ આ મુદ્દાને લઈનેકોંગ્રેસ પર પણ પ્રહાર કર્યો હતો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ જેવા અખબાર પણ સ્વીકાર કરી રહ્યા છે કે નેવિલ રૉય સિંઘમ અને તેમની Newsclick ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (CPC)ના ખતરનાક હથિયાર છે અને દુનિયાભરમાં ચીનના રાજનીતિક એજન્ડાને પ્રોત્સાહન આપી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top