વિવાદિત ગીતના કારણે મુશ્કેલીમાં મૂકાઈ અભિનેત્રી સની લિયોની : ધરપકડની માગ ઉઠી

વિવાદિત ગીતના કારણે મુશ્કેલીમાં મૂકાઈ અભિનેત્રી સની લિયોની : ધરપકડની માગ ઉઠી

12/28/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

વિવાદિત ગીતના કારણે મુશ્કેલીમાં મૂકાઈ અભિનેત્રી  સની લિયોની : ધરપકડની માગ ઉઠી

બોલિવુડ અભિનેત્રી સની લિયોની તેના એક ગીતના કારણે વિવાદમાં ઘેરાઈ છે. 'મધુબન મેં રાધિકા નાચે' નામના આ ગીતનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કાર્યવાહીની માગ થઇ રહી છે. હવે, અભિનેત્રીની ધરપકડની પણ માગ ઉઠી રહી છે. 

ગીત બનાવનાર મ્યુઝિક કંપની 'સારેગામા'એ રવિવારે કહ્યું કે કંપની ટૂંક સમયમાં જ તેના ગીત 'મધુબન'ના લિરિક્સ બદલશે. જોકે, તેમ છતાં આ મામલે વિવાદ શમવાનું નામ લઇ રહ્યો નથી. સોશિયલ મીડિયા પર સનીની ધરપકડની માંગ કરવામાં આવી રહી છે. #Arrest_Sunny_Leone સવારથી જ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. 

'બોલિવુડ સામે ક્યાં સુધી ચૂપ રહીશું'

'બોલિવુડ સામે ક્યાં સુધી ચૂપ રહીશું'

સની લિયોનીએ તાજેતરમાં તેનું નવું ગીત 'મધુબન' લૉન્ચ કર્યું છે જે કનિકા કપૂરે ગાયું છે. પરંતુ આ ગીત રિલીઝ થયા બાદથી જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગીત પર હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. ગીતમાં 'રાધા' શબ્દને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. 

એક યુઝરે લખ્યું છે કે, સની લિયોનનું ગીત 'મધુબન મેં રાધિકા નાચે'- જે હિંદુ ધર્મને ઠેસ પહોંચાડે છે- હજુ સુધી બદલાયું નથી. બોલિવુડ સામે ક્યાં સુધી ચૂપ રહીશું. તેઓ આપણી સંસ્કૃતિને સતત નષ્ટ કરી રહ્યા છે. સની લિયોનીની ધરપકડ થવી જોઈએ.'

આ ગીતને લઈને મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, આ ગીતના વીડિયોથી હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ ગીત માટે માફી માંગવી જોઈએ અને ગીત 3 દિવસમાં પાછું લઈ લેવું જોઈએ, નહીં તો કાર્યવાહી કરવામાં આવશે.  

આ પછી સારેગામાએ કહ્યું હતું કે, 'દેશવાસીઓની ભાવનાઓને માન આપીને અમે નિર્ણય લીધો છે કે 'મધુબન' (Madhuban)ગીતના શબ્દો અને નામ ત્રણ દિવસમાં બદલી નાંખવામાં આવશે.'

આ ઉપરાંત મથુરાના સંતોએ પણ કાર્યવાહીની માગ કરતા કહ્યું કે, રાધા તેમના માટે પૂજનીય છે. સનીએ ગીત પર અશ્લીલ ડાન્સ કર્યો છે. તે કિસ્સામાં તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. 'જો સરકાર અભિનેત્રી સામે પગલાં નહીં લે અને તેના વિડિયો આલ્બમ પર પ્રતિબંધ નહીં મૂકે, તો અમે કોર્ટનો સંપર્ક કરીશું.’ બોલિવૂડને આમાંથી બોધપાઠ મળશે અને આવું ગીત બનાવતા પહેલા 100 વાર વિચારશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top