અમદાવાદમાં ડેન્ગ્યુ-સ્વાઈન ફ્લુનો કેર! સુરત-વડોદરા વાળા સાચવજો! સોલા સિવિલમાં ઓપીડી એક વીકમાં 1

અમદાવાદમાં ડેન્ગ્યુ-સ્વાઈન ફ્લુનો કેર! સુરત-વડોદરા વાળા સાચવજો! સોલા સિવિલમાં ઓપીડી એક વીકમાં 10 હજારને પાર

08/30/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદમાં ડેન્ગ્યુ-સ્વાઈન ફ્લુનો કેર! સુરત-વડોદરા વાળા સાચવજો! સોલા સિવિલમાં ઓપીડી એક વીકમાં 1

Ahmedabad: છેલ્લા એકાદ મહિનાથી સતત વરસી રહેલા વરસાદે ગુજરાતની પ્રજાને ત્રાહિમામ પોકારાવી દીધું છે. વરસાદ પડે એટલે પાણી ભરાય જ, અને પાણી ભરાય એટલે એમાં માખી-મચ્છર સહીત જાતજાતના જંતુઓને માટેની આખી ‘ઇકો સિસ્ટમ’ તૈયાર થઇ જાય. એમાં વાળી લોકોની અને તંત્રની બેદરકારી ભળે, જેને પ્રતાપે પ્રજા દર વર્ષે રોગચાળાનો ભોગ બનતી રહે છે. આ વખતે પણ છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ શહેરમાં જે રીતે કેસિસ વધી રહ્યા છે, એ ચિંતાજનક છે.


સિવિલ હોસ્પિટલમાં OPD 10 હજારને પાર!

સિવિલ હોસ્પિટલમાં OPD 10 હજારને પાર!

સમગ્ર ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. ઠેર ઠેર જળબંબાકાર થતાં કેટલાય વિસ્તારોમાં લોકોને ઘરમા જ રહેવા મજબૂર બનવુ પડ્યુ છે. હાલની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. પાણીના ભરાવાના કારણે હવે અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. તાજા અપડેટ પ્રમાણે શહેરની સોલા સિવિલમાં એક જ અઠવાડિયામાં ઓપીડી 10 હજારને પાર પહોંચી ગઇ છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. ભારે વરસાદ બાદ અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. હાલમાં સોલા સિવિલમાં એક સપ્તાહમાં ઓપીડી 10 હજારને પાર પહોંચી છે. અમદાવાદ શહેરમાં ઝાડા-ઉલટીના કેસ પણ વધ્યા છે અને સાથે સાથે ડેન્ગ્યૂના 558થી પણ વધુ કેસ નોંધાયા છે.


ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા... બધું જ જોરમાં

ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા... બધું જ જોરમાં

તાજા અપડેટ પ્રમાણે, શહેરમાં ડેન્ગ્યૂના 558થી પણ વધુ શંકાસ્પદ કેસ સામે 116 પૉઝિટીવ કેસો નોંધાયા છે. હાલમાં મેલેરિયાના 596 શંકાસ્પદ સામે 32 પૉઝિટીવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત ચિકન ગુનિયાના શંકાસ્પદ શંકાસ્પદ કેસો સતત આવી રહ્યો છે, જોકે, પૉઝિટીવ એકપણ નોંધાયો નથી. સોલા સિવિલમાં દાખલ થનારા બાળકોમાં તાવના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. હાલમાં પીડિયાટ્રિક વૉર્ડમાં 19 બાળકો સારવાર હેઠળ છે. સિવિલમાં ટાઇફૉઇડના 115થી વધુ કેસો નોંધાયા છે. શહેરમાં સ્વાઇન ફ્લૂએ પણ ઉથલો માર્યો છે, શંકાસ્પદ 9 કેસોની સામે 5 પૉઝિટીવ સામે આવ્યા છે.

હાલમાં સુરત અને વડોદરા જેવા બીજા મોટા શહેરો પણ ભારે વરસાદનો માર વેઠી રહ્યા છે. આ તબક્કે જો લોકો અને તંત્ર દ્વારા જાગૃતિ દાખવવામાં નહિ આવે અને સફાઈ-સ્વચ્છતા સહિતના તાકીદના પગલા ભરવામાં નહિ આવે, તો આ બંને શહેરોમાં પણ રોગચાળો વકરી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top