છૂટાછેડા અને અફેરના સમાચાર પર ધનશ્રી વર્માએ તોડ્યું મૌન, બોલી- 'નફરત ફેલાવનારા લોકોએ..'
Dhanashree Verma: યુઝવેન્દ્ર ચહલ સાથેના છૂટાછેડાના સમાચાર પર ધનશ્રી વર્માએ આખરે પોતાનું મૌન તોડ્યું છે. ડાન્સરે સોશિયલ મીડિયા પર પોતાના પર લાગેલા આરોપો પર પ્રતિક્રિયા આપી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તેને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા આપવાની જરૂર નથી.
ધનશ્રીએ લખ્યું કે,- 'છેલ્લા કેટલાક દિવસો મારા પરિવાર અને મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. ખરેખર ચિંતાજનક બાબત એ છે કે પાયાવિહોણા લખાણો, તથ્યોની તપાસ વિના, અને નફરત ફેલાવનારા ફેસલેસ ટ્રોલ્સે મારું કેરેક્ટર ખરાબ કર્યું. મેં મારું નામ અને પ્રામાણિકતા બનાવવા માટે વર્ષોથી સખત મહેનત કરી છે. મારું મૌન નબળાઈની નહીં, પણ શક્તિની નિશાની છે. ઓનલાઈન સરળતાથી ફેલાય છે, બીજાની સફળતા માટે હિંમત અને કરુણા જરૂરિયાત હોય છે.' હું મારા સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને મારા મૂલ્યો પ્રત્યે સાચા રહીને આગળ વધવાનું પસંદ કરું છું. સ્પષ્ટતા આફવાની જરૂરિયાત નથી. ઓમ નમઃ શિવાય.'
ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે ધનશ્રી વર્મા તેના પતિ યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડા લેવા જઈ રહી છે. વાસ્તવમાં આ કપલે ઇન્સ્ટાગ્રામ પર એક-બીજાને અનફોલો કરી દીધા છે, ત્યારબાદ આ અફવાઓએ જોર પકડ્યું છે. છૂટાછેડાના સમાચાર વચ્ચે, સોશિયલ મીડિયા પર લોકો ધનશ્રી પર લગ્નેત્તર સંબંધોનો આરોપ પણ લગાવી રહ્યા હતા. તેનું નામ કોરિયોગ્રાફર પ્રતિક ઉતેકર સાથે જોડવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમાં, હવે ધનશ્રીએ બધાને જવાબ આપ્યો છે, જોકે તેણે છૂટાછેડાના સમાચાર સાચા છે કે નહીં તે અંગે કંઈ કહ્યું નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp