દિનેશ કાર્તિકે જણાવ્યું- તેણે શા માટે લીધો સંન્યાસનો નિર્ણય

દિનેશ કાર્તિકે જણાવ્યું- તેણે શા માટે લીધો સંન્યાસનો નિર્ણય

05/30/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

દિનેશ કાર્તિકે જણાવ્યું- તેણે શા માટે લીધો સંન્યાસનો નિર્ણય

IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પોતાના સંન્યાસને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, તે શારીરિક રૂપે તો હજુ આગામી 3 વર્ષ રમવા માટે ફિટ હતો, પરંતુ માનસિક રૂપે તે તૈયાર નહોતો. આ કારણે તેણે સંન્યાસ લેવાનો નિર્ણય લીધો. દિનેશ કાર્તિક મુજબ ફિટેનેસને લઈને તેને કોઈ પણ સમસ્યા નહોતી. IPL 2024ની એલિમિનેટર મેચમાં બેંગ્લોરને મળેલી હાર બાદ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેણે અચાનક પોતાના સંન્યાસની જાહેરાત કરી હતી, જેથી દરેક હેરાન રહી ગયું હતું. કાર્તિકે પોતાના IPL કરિયર દરમિયાન કુલ 257 મેચ રમી અને તેમાં 4842 રન બનાવ્યા. તેની સ્ટ્રાઈક રેટ 135.36ની રહી અને આ દરમિયાન તેણે 22 અડધી સદી પણ તેણે બનાવી છે. પોતાના IPL કરિયર દરમિયાન કાર્તિક ઘણી બધી ટીમો માટે રમ્યો અને તેમના માટે સારું પ્રદર્શન કર્યું છે.


મને ઇજા કે પોતાની બોડીની કોઈ ચિંતા થઈ નથી: દિનેશ કાર્તિક

મને ઇજા કે પોતાની બોડીની કોઈ ચિંતા થઈ નથી: દિનેશ કાર્તિક

સંન્યાસને લઈને પ્રતિક્રિયા આપતા દિનેશ કાર્તિકે જણાવ્યું કે, તેણે કેમ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો. તેણે કહ્યું કે, મને લાગે છે કે હું ફિઝિકલી આગામી 3 વર્ષ સુધી રમવા માટે તૈયાર છું. ખાસ કરીને ઇમ્પેક્ટ ખેલાડી રૂલ આવી જવાના કારણે વસ્તુ સરળ થઈ ગઈ છે. સારી વાત એ છે કે મેં પોતાના 3 દશકના કરિયર દરમિયાન ઇજાના કારણે ક્યારેય કોઈ મેચ મિસ કરી નથી. હું આ મામલે ખૂબ ભાગ્યશાળી છું. મને ક્યારેય ઇજા કે પોતાની બોડીની ચિંતા થઈ નથી. જો કે, માનસિક વસ્તુઓના કારણે મેં સંન્યાસ લેવાનો નિર્ણય લીધો.


દિનેશ કાર્તિક હવે કમેન્ટ્રી કરતો નજરે પડશે

દિનેશ કાર્તિક હવે કમેન્ટ્રી કરતો નજરે પડશે

ઉલ્લેખનીય છે કે, દિનેશ કાર્તિક પોતાના સંન્યાસ બાદ હવે કમેન્ટ્રી કરતો નજરે પડશે. કાર્તિકને T20 વર્લ્ડ કપ 2024માં કમેન્ટેટર બનાવવામાં આવ્યો છે અને આ દરમિયાન ફેન્સ તેની કમેન્ટ્રીનો લુપ્ત ઉઠાવશે. દિનેશ કાર્તિકે છેલ્લી વખત T20 વર્લ્ડ કપમાં એક ખેલાડી તરીકે રમ્યો હતો, પરંતુ આ વખત તે કમેન્ટેટરની ભૂમિકામાં નજરે પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top