ટ્રમ્પની હત્યાનું ત્રીજું કાવતરું નિષ્ફળ ગયું? રેલીની બહાર લોડેડ ગન, એક હેન્ડગન સાથે...
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને અમેરિકામાં ગરમી વધી ગઈ છે. આ દરમિયાન પોલીસે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીની બહારથી બંદૂક અને નકલી પાસ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે રેલી શરૂ થવાના થોડા સમય અગાઉ કોચેલામાં એવન્યૂ 52 અને સેલિબ્રેશન ડ્રાઇવના ચોક નજીક એક ચેકપોઇન્ટ પર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે ટ્રમ્પનો આ ત્રીજો હત્યાનો પ્રયાસ હોઈ શકે છે.
ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ વેમ મિલર છે. રેલીના એન્ટ્રી ગેટથી અડધો માઈલ દૂર ચેકપોઈન્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. રિવરસાઇટ કાઉન્ટી શેરિફ ચાડ બિયાન્કોએ જણાવ્યું કે તેની પાસેથી નકલી પ્રેસ અને VIP પાસ મળી આવ્યા છે. જેના કારણે તેના શંકા ગઇ. ચાડ બિયાનકોએ વધુમાં જણાવ્યું, વેમ મિલર પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. અમે કદાચ અન્ય હત્યાના પ્રયાસને નિષ્ફળ કરી દીધો છે. મિલર પાસેથી એક લોડેડ બંદૂક, એક હેન્ડગન અને એક મેગેઝિન મળી આવી હતી. આરોપી વેમ મિલરને 5 હજાર ડોલરની જામીનની રકમ ચૂકવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યો હતો. હવે તેણે 2 જાન્યુઆરી 2025ના રોજ કોર્ટમાં હાજર રહેવું પડશે.
વેમ મિલર દક્ષિણપંથી જૂથનો એક હિસ્સો છે. જેને સરકાર વિરોધી ગણવામાં આવે છે. પોલીસ રેકોર્ડ મુજબ, મિલર પાસે UCLAથી માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે અને વર્ષ 2022માં નેવાદા રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યો હતો. વેમ મિલરનો નાના-મોટા કાનૂની વિવાદોનો લાંબો ઇતિહાસ છે. તે સાર્વભૌમ નાગરિક ચળવળ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે. થિયોરી (ષડયંત્રના સિદ્ધાંતો) પર આધારિત આ અતિ-દક્ષિણપંથી જૂથ દાવો કરે છે કે સરકારોને તેમના પર કોઈ કાયદેસર સત્તા નથી. FBIએ તેની ઓળખ સરકાર વિરોધી ઉગ્રવાદી તરીકે કરી છે. આ લોકો અમેરિકામાં રહે છે. હજુ પણ પોતાને દેશ અથવા સંપ્રભુ માને છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર આ વર્ષે 13 જુલાઈના રોજ હુમલો થયો હતો. જેમાં તેઓ બાલ બાલ બચ્યા હતા. પેન્સિલવેનિયાના બટલરમાં એક ચૂંટણી રેલી દરમિયાન એક ગોળી તેમના કાનને સ્પર્શતી નીકળી ગઈ હતી. આ હુમલામાં ટ્રમ્પ ઇજાગ્રસ્ત થયા હતા. તેમના પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ થોમસ ક્રૂક્સ તરીકે થઈ હતી. જેને સિક્રેટ સર્વિસના સ્નાઈપરે ગોળી મારી હતી.
તેના થોડા દિવસો બાદ 16 સપ્ટેમ્બરે પણ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાનો બનાવવામાં આવ્યા હતા. જ્યારે તે ફ્લોરિડાના ગોલ્ફ કોર્સ વિસ્તારમાં ગોલ્ફ રમી રહ્યા હતા. આ કેસમાં પોલીસે રેયાન વેસ્લી રાઉથ નામના હુમલાવરની ધરપકડ કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp