વાહ DRDO! કમાલ કરી દીધી, સૈનિકો માટે બનાવ્યું આટલું 'ABHED' કવચ, જાણો વિશેષતા
ડિફેન્સ રિસર્ચ અને ડેવલપમેન્ટ (DRDO)એ કમાલ કરી દીધી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) દિલ્હીના સંશોધકો સાથે મળીને તેણે ભારતીય સૈનિકોની સુરક્ષા માટે એક અદ્ભુત બુલેટ પ્રૂફ જેકેટ બનાવ્યું છે, જેને 'ABHED' નામ આપવામાં આવ્યું છે. અહીં ABHEDનું આખુ નામ એડવાન્સ્ડ બેલિસ્ટિક ફોર હાઇ એનર્જી ડિફીટ છે. આ જેકેટ પહેર્યા બાદ દુશ્મનોની ગોળીઓ સૈનિકોને સ્પર્શી શકશે નહીં! તેઓ 360° દિશામાં કોઇ પણ દિશામાંથી હુમલાઓથી સુરક્ષિત રહેશે. તમને જણાવી દઇએ કે DRDOનું મુખ્યાલય નવી દિલ્હીમાં છે.
DRDO અને IID દિલ્હી દ્વારા બનાવવામાં આવેલી આ જેકેટ ભારતીય સૈનિકો માટે વરદાનથી ઓછું સાબિત નહીં થાય, કારણ કે જમ્મુ-કાશ્મીર જેવા સરહદી વિસ્તારોમાં દરરોજ આતંકવાદીઓની ગોળીથી સૈનિકો માર્યા જવાના અહેવાલો આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે સૈનિકો આ બુલેટ પ્રૂફ વેસ્ટ પહેરશે, ત્યારે ભારતીય સૈનિકોના જીવ આતંકવાદીઓના ગોળીબારથી સુરક્ષિત રહેશે. IIT દિલ્હીની મદદથી DRDO દ્વારા બનાવવામાં આવેલ આ બુલેટ પ્રૂફ જેકેટ સૈનિકો માટે ‘અભેદ’ બખ્તરથી ઓછું નથી.
ભારતીય સેનાને દરેક રીતે મજબૂત કરવા માટે DRDOનું યોગદાન હંમેશાં પ્રશંસનીય રહ્યું છે. આજે DRDO મિસાઇલ, ટેન્ક અને ફાઇટર જેટ્સથી લઇને તમામ પ્રકારના રક્ષા ઉપકરણ બનાવી રહ્યું છે. DRDOની મહેનતનું જ પરિણામ છે કે દેશ રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. હવે DRDOએ ‘ABHED’ બુલેટ પ્રૂફ જેકેટ બનાવ્યું છે. IIT દિલ્હીની મદદથી બનાવવામાં આવેલ આ જેકેટને DRDO ઇન્ડસ્ટ્રી એકેડેમિયા (DIA-CoE)માં વિકસાવવામાં આવ્યું છે.
પહેલાથી ઉપસ્થિત બુલેટ પ્રૂફ જેકેટથી 'અભેદ' બુલેટ પ્રૂફ જેકેટનું વજન હળવું છે, જે સૈનિકોને પહેરવા માટે આરામદાયક છે.
આ બુલેટ પ્રૂફ જેકેટ્સ પોલિમર અને સ્વદેશી બોરોન કાર્બાઇડ સિરામિક મટિરિયલમાંથી બનાવવામાં આવ્યા છે. તેને સંપૂર્ણપણે સૈનિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
જેકેટ માટેની બખ્તર પ્લેટ પ્રોટોકોલ મુજબ તમામ જરૂરી સંશોધન અને વિકાસ પરીક્ષણો પાસ કરી છે અને તમામ ઉચ્ચ જોખમ સ્તરોને પૂર્ણ કરે છે.
અભેદ બુલેટ પ્રૂફ જેકેટનું વજન 8.2 કિગ્રાથી 9.5 કિગ્રાની વચ્ચે હોવાનું કહેવાય છે. આ જેકેટ સૈનિકોને 360 દિશામાં સુરક્ષા પૂરી પાડે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp