NDAની બેઠક દરમ્યાન ચિરાગ પાસવાને સાંસદ કંગના રનૌતને બૂમ પાડી અને..’ જુઓ વિડિઓ

NDAની બેઠક દરમ્યાન ચિરાગ પાસવાને સાંસદ કંગના રનૌતને બૂમ પાડી અને..’ જુઓ વિડિઓ

06/07/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

NDAની બેઠક દરમ્યાન ચિરાગ પાસવાને સાંસદ કંગના રનૌતને બૂમ પાડી અને..’ જુઓ વિડિઓ

Kangana Ranaut at Parliament complex : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ હાલ ચર્ચાઓમાં છે. હાલ કંગના દિલ્લીમાં છે અને ત્યાં તેની મુલાકાત તેના કો-સ્ટાર રહી ચૂકેલા સાંસદ ચિરાગ પાસવાન સાથે થઈ હતી. લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધનની જીત બાદ હાલ નવી સરકાર બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.


ચિરાગ પાસવાને અભિનંદન પાઠવ્યા

ચિરાગ પાસવાને અભિનંદન પાઠવ્યા

આજે દિલ્લીમાં સંસદીય બેઠકમાં દરેક સાંસદ પહોંચ્યા છે. જેમાં ભાગ લેવા કંગના પણ પહોંચી હતી, ત્યાં તેની મુલાકાત ચિરાગ પાસવાન સાથે થઈ. જેમાં એક વીડિયોમાં NDA સંસદીય દળની બેઠક માટે પહોંચેલા ચિરાગ પાસવાન મીડિયાની સામે પોઝ આપતા હતા. એવામાં કંગના ત્યાંથી પસાર થાય છે અને ચિરાગ પાસવાન તેને બૂમ પાડીને રોકે છે અને ચૂંટણીમાં તેની જીત માટે અભિનંદન પાઠવે છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યાં?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યાં?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના તમામ સહયોગી પક્ષો અને ભાજપના કાર્યકરોનું અભિનંદન કર્યું હતું. તેમણે કહ્યું કે, 'એનડીએ નેતા તરીકે હું ચૂંટાયો તે બદલ આપ સૌનો આભાર. 2019માં એનડીએ નેતા તરીકે ચૂંટાયો ત્યારે મેં એક શબ્દ કહ્યો હતો વિશ્વાસ. આજે દર્શાવે છે કે આપણી સૌ વચ્ચે આ વિશ્વાસ કાયમ છે. એનડીએને 22 રાજ્યોમાં સરકાર બનાવી લોકોએ સેવા કરવાની તક આપી. મારા માટે આ ભાવુક ક્ષણ છે. દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં છોડીએ. એનડીએને તેમણે શુદ્ધરૂપે ઓર્ગેનિક ગઠબંધન ગણાવ્યું હતું. એનડીએના કેન્દ્રમાં ગરીબનું કલ્યાણ છે. સરકારની જેટલી દખલ ઓછી તેટલી લોકશાહી મજબૂત થાય છે. મારા માટે બધા એક સમાન છે. સરકાર ચલાવવા બહુમત ખૂબ જ જરૂરી છે. અમે દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં છોડીએ.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top