3 લાખ રૂપિયાની 1 કિલો કેરી, માગેલી કિંમતથી બેગણા વધારે આપે ખરીદનારા, શું છે તેમાં ખાસ?

3 લાખ રૂપિયાની 1 કિલો કેરી, માગેલી કિંમતથી બેગણા વધારે આપે ખરીદનારા, શું છે તેમાં ખાસ?

05/29/2024 Specials

SidhiKhabar

SidhiKhabar

3 લાખ રૂપિયાની 1 કિલો કેરી, માગેલી કિંમતથી બેગણા વધારે આપે ખરીદનારા, શું છે તેમાં ખાસ?

શું તમે ક્યારેય જોયું છે કે કોઈ દુકાનદારે ગ્રાહક પાસે કોઈ સમાન માટે 10 રૂપિયા માગ્યા હોય અને ગ્રાહક તેને 50 રૂપિયા આપવાની જિદ્દ કરે? તમે કહેશો નહીં. પરંતુ મિયાજાકી કેરીના એક વિક્રેતાને આ પ્રકારનો અનુભવ થયો છે. તમિલનાડુના એક કેરી વિક્રેતાએ જણાવ્યું કે, તેની પાસે એક ગ્રાહક બેંગ્લોરથી આવ્યો હતો. આ ગ્રાહકે તેની પાસે 1 કિલો મિયાજાકી કેરી લીધી. જ્યારે વિક્રેતાએ કહ્યું કે, કેરી 3000 રૂપિયા પ્રતિ કિલો છે, તો ગ્રાહક તેને અનેક ગણી વધારે રકમ આપવા લાગ્યો. ગ્રાહકનું કહેવું હતું કે આ કેરી માટે આટલી રકમ યોગ્ય છે. ગ્રાહકે 1 કિલો મિયાજાકી કેરી માટે 17,000 રૂપિયાની ચુકવણી કરી. એવું નથી કે અહીં જ કેરીની સૌથી વધુ કિંમત છે. ઇન્ટરનેશનલ બજારમાં મિયાજાકી કેરીની કિંમત 2.5 થી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી જતી રહે છે.


શું છે મિયાજાકી કેરી?

શું છે મિયાજાકી કેરી?

આ કેરી મૂળ રૂપે જાપાનમાં ક્યોશૂમાં ઉગાડવામાં આવે છે. જાપાની ગ્રેડ મિયાજાકી કેરી 350 ગ્રામથી વધુ વજનની હોવી જ જોઈએ, ત્યારે જ એ સાચી મિયાજાકી માનવામાં આવે છે. તેમાં શુગર કોન્ટેન્ટ ઓછામાં ઓછું 15 ટકા તો હોવું જ જોઈએ. તેનો રંગ અને આકાર એકદમ યોગ્ય હોવો જોઈએ. આ કેરીને જાપાનીમાં તાઈયો નો તમાગો કહેવામાં આવે છે. તેનો અર્થ છે કે સૂરજનું ઇંડું. એવું તેના ચમકીલા રંગના કારણે કહેવામાં આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયાના કારણે આ કેરી ખૂબ ચર્ચામાં આવી ગઈ છે.


ઘણા લોકો તેને ઉગાડી રહ્યા છે:

ઘણા લોકો તેને ઉગાડી રહ્યા છે:

આ કેરીને અત્યારે ઘણા લોકો દ્વારા ભારતમાં ઉગાડવામાં આવે છે. આ કેરીનો છોડ 950 થી 4000 રૂપિયા વચ્ચે આવે છે. તેને ટેરેન્સ ગાર્ડનમાં પણ ઉગાડી શકાય છે. તેણે ઉગાડનારાઓનું કહેવું છે કે આ કેરી માત્ર સ્વાદમાં જ સારી નહીં, પરંતુ તેના ઔષધીય ગુણ પણ છે. આ કેરીનો મૂળ છોડ જાપાન અને થાઈલેન્ડમાં મળે છે. તો તેને કોલકાતા અને કાશ્મીરમાં લગાવવામાં આવ્યો. ત્યારબાદ હવે આખા ભારતમાં મિયાજાકી કેરીના છોડ મળી રહ્યા છે. આ છોડને ઉગાડવા માટે 8-9 મહિનામાં તેમાં ફૂલ આવવા લાગે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top