પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, EDએ ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા
ED raids Raj Kundra's house: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાજ કુન્દ્રાના ઘર અને તેમના નજીકના લોકોને ત્યાં દરોડા પાડ્યા છે. રાજ કુન્દ્રા બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ છે. પોર્નોગ્રાફી કેસમાં EDએ આ કાર્યવાહી કરી છે. આ દરોડા તેના ઘર, ઓફિસ અને અન્ય સ્થળોએ પડ્યા હતા. પોર્નોગ્રાફીનો આ મામલો ઘણા વર્ષો જૂનો છે.
જાણકારી અનુસાર, પોર્ન રેકેટ કેસમાં ED માત્ર રાજ કુન્દ્રાના જ નહીં, પરંતુ અન્ય ઘણા લોકોના ઘરની પણ તપાસ કરી રહી છે. આ કાર્યવાહી મોબાઈલ એપ્સ દ્વારા પોર્ન કન્ટેન્ટના બનાવવા અને સર્ક્યૂલેશન સાથે સંબંધિત છે આ તપાસ મુંબઈ પોલીસના 2021ના કેસ પર આધારિત છે.
મળતી માહિતી મુજબ, EDની ટીમે આ મામલામાં કુલ 15 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. વાસ્તવમાં, આ કેસમાં, દેશમાં જે પૈસા ભેગા થયા હતા તે આ વીડિયોના માધ્યથી વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે મોટી રકમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને હવે ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે જુલાઈ 2021માં રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. આ કેસમાં સિટી કોર્ટે તેને જામીન આપ્યા હતા. રાજ કુન્દ્રાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. આ કેસમાં તેણે 2 મહિના જેલમાં પણ વિતાવ્યા હતા.
રાજ કુન્દ્રા અત્યારે અજય ભારદ્વાજ સાથે સંકળાયેલા બિટકોઈન ફ્રોડ સંબંધિત અલગ મની લૉન્ડ્રિંગ તપાસના દાયરામાં છે. EDએ તપાસ માટે શિલ્પા શેટ્ટીના જુહૂ બંગલાને કબજામાં લઈ લીધો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp