ભારતીય સભ્યતાથી પ્રભાવિત થયા એલોન મસ્કના પિતા, રામ મંદિરના દર્શન માટે ઉત્સુક

ભારતીય સભ્યતાથી પ્રભાવિત થયા એલોન મસ્કના પિતા, રામ મંદિરના દર્શન માટે ઉત્સુક

06/03/2025 Business

SidhiKhabar

SidhiKhabar

ભારતીય સભ્યતાથી પ્રભાવિત થયા એલોન મસ્કના પિતા, રામ મંદિરના દર્શન માટે ઉત્સુક

ટેસ્લાના માલિક એલોન મસ્કના પિતા એરોલ મસ્ક રવિવારે ભારત પહોંચ્યા હતા. એરોલ મસ્કનો આ પ્રવાસ 5 દિવસનો છે, જે 6 જૂન સુધી ચાલશે. એરોલ મસ્ક આ દરમિયાન દિલ્હી, હરિયાણા અને અયોધ્યાની મુલાકાત લેશે. આ પ્રવાસ માત્ર બિઝનેસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સાથે જોડાણ પણ શામેલ છે.


રામલલાના આશીર્વાદ લેશે

રામલલાના આશીર્વાદ લેશે

પ્રવાસના સૌથી મહત્ત્વપૂર્ણ પડાવ તરીકે એરોલ મસ્ક અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લેશે. તેઓ રામલલાના દર્શન કરશે અને આધ્યાત્મિક અનુભવ મેળવશે. આ પગલું ભારતના સાંસ્કૃતિક વારસામાં તેમની રુચિ દર્શાવે છે.

ભારત પ્રવાસ દરમિયાન, એરોલ મસ્ક હરિયાણાના સફિયાબાદમાં સ્થિત સર્વોટેક પાવર સિસ્ટમ્સના સૌર અને ઇલેક્ટ્રિક વાહન ચાર્જર યુનિટની મુલાકાત લેશે. તેઓ તાજેતરમાં આ સ્થાનિક કંપનીના વૈશ્વિક સલાહકાર બોર્ડમાં સામેલ થયા છે. આ પ્રવાસ દરમિયાન, તેઓ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ભાગ લેશે.


રોકાણકારો સાથે કરશે મુલાકાત

રોકાણકારો સાથે કરશે મુલાકાત

2 જૂનના રોજ, એરોલ મસ્ક ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, રોકાણકારો અને બિઝનેસ લીડર્સને મળવાના છે. આ મુલાકાત ભારતની વૈશ્વિક સ્તરે ગ્રીન ટેક્નોલોજી અને ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવાની વ્યૂહરચનાનો એક ભાગ છે.

તાજેતરમાં, એક પોડકાસ્ટમાં, એરોલ મસ્કે તેમના પુત્ર એલોન મસ્કની ટીકા કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું એલોન એક સારા પિતા છે, ત્યારે તેમણે કહ્યું હતું ‘નહીં અને તેમના પર ઘણી બધી આયાઓ રાખવાનો આરોપ લગાવ્યો. એલોને પણ પોતાના બાળપણને 'દુઃખી' ગણાવ્યું, જ્યારે એરોલે આ દાવાઓને નકારતા કહ્યું કે એલોન રોલ્સ-રોય્સમાં શાળાએ જતા હતા અને આરામદાયક જીવન જીવતા હતા.

ભારતની આ 5 દિવસની મુલાકાત બાદ, એરોલ મસ્ક 6 જૂને દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. આ દરમિયાન, તેમના કાર્યક્રમોમાં ધાર્મિક મુલાકાતો, ટેક્નોલોજી એકમોનું નિરીક્ષણ અને વ્યૂહાત્મક બેઠકોનો સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top